Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ઓફિસની આડમાં જુગારધામ ઝડપાયું:8 જુગારીઓ રૂ. 3.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

    7 hours ago

    મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલ નજીક એક ઓફિસની આડમાં ચાલતા જુગારધામ પર મોરબી LCBએ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 8 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડા રૂ. 2,70,500 અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 3,45,500 જપ્ત કર્યો હતો. મોરબી LCB/પેરોલ સ્ક્વોડને ગુપ્ત બાતમી મળી હતી કે, મોરબીના ઉમિયા સર્કલ પાસે શ્રીજીનગરના સુપ્રિતભાઈ ત્રિભુવનભાઈ પટેલ શનાળા રોડ પર સ્કાયમોલ નજીક વિરાટ-2 કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી પોતાની ઓફિસમાં જુગારધામ ચલાવી રહ્યા છે. તેઓ બહારથી લોકોને બોલાવી તીન પત્તીનો જુગાર રમાડતા હતા અને અંગત ફાયદા માટે નાલ ઉઘરાવતા હતા.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સુપ્રિતભાઈ ત્રિભુવનભાઈ સવસાણી (રહે. મોરબી, ઉમિયા સર્કલ પાસે શ્રીજીનગર), નિસિતભાઈ ધર્મેન્દ્રભાઈ રાજપરા (રહે. મોરબી, રવાપર રોડ, નરસંગ સોસાયટી), અક્ષયભાઈ જયંતિભાઈ વડસોલા (રહે. મોરબી, રવાપર રોડ, યોગેશ્વર સોસાયટી), ભાવેશભાઈ રમેશભાઈ અગોલા (રહે. મોરબી, અવની ચોકડી, ઉમાપાર્ક સોસાયટી), હાર્દિકભાઈ કાંતિભાઈ સંઘાણી (રહે. મોરબી, રવાપર રોડ, શિવગંગા એપાર્ટમેન્ટ), યસભાઈ રમેશભાઈ કાંજીયા (રહે. મોરબી, લીલાપર કેનાલ રોડ, સૂર્યકીર્તિ સોસાયટી), સંદીપભાઈ દિનેશભાઈ લોરીયા (રહે. મોરબી, મધરપાર્ક એપાર્ટમેન્ટ-2, રવાપર રેસિડેન્સી પાસે) અને કપિલભાઈ નરસીભાઈ ધુમલિયા (રહે. શનાળા રોડ, સરસ્વતી સોસાયટી, મોરબી) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 2,70,500 અને 8 મોબાઈલ ફોન (કિંમત રૂ. 75,000) સહિત કુલ રૂ. 3,45,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ 8 આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi ने लड़कियों के लिए किया बड़ा एलान! Chhatron Ki Goonj Pune | Paper Leak | Congress
    Next Article
    પામેતેલ અને મિલ્ક પાવડરથી દૂધ બનાવવાનું રેકેટ:જૂનાગઢના ખડીયામાં પોલીસનો દરોડો, 60 લીટર નકલી દૂધનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment