Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' રિવર બ્રિજ:32,000 મેટ્રિક ટન સ્ટીલના ઉપયોગથી બ્રિજનું નિર્માણ, દિલ્હી-મુંબઈ વચ્ચે 10-12 કલાકનો મુસાફરી સમય ઘટશે

    17 hours ago

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નર્મદા નદી પર બનેલો 2.22 કિલોમીટર લાંબો 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' બ્રિજ કાર્યરત થઈ ગયો છે. આ બ્રિજ શરૂ થવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેના મુસાફરી સમયમાં આશરે 10 થી 12 કલાકનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અંગે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. આ બ્રિજ ભારતનો પ્રથમ 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' રિવર બ્રિજ છે, જે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-મનુબર સેક્શનમાં આવેલો છે. આધુનિક ઇજનેરી કૌશલ્ય અને અદ્યતન ટેક્નોલોજીથી નિર્મિત આ બ્રિજ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નર્મદા નદીના જળપ્રવાહ અને દરિયાઈ ભરતી-ઓટ જેવા પડકારો વચ્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સિસ્મિક ઝોનમાં આવતો હોવા છતાં, ઇજનેરોએ 60 મીટરથી વધુ ઊંડા પાઈલ ફાઉન્ડેશન દ્વારા મજબૂત માળખું ઊભું કર્યું છે. નિર્માણ દરમિયાન બે વખત આવેલા પૂરથી કામચલાઉ માળખાને નુકસાન પહોંચ્યું હોવા છતાં, કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજના નિર્માણમાં આશરે 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, જે વિશ્વપ્રસિદ્ધ 'બ્રુકલિન બ્રિજ' કરતાં અંદાજે 2.5 ગણો વધુ છે. પાયલોન અને પાઈલ્સની ઊંચાઈ આશરે 29 માળની ઇમારત જેટલી છે. જર્મનીથી 700 મેટ્રિક ટનના વિશેષ 'સ્ટે કેબલ્સ' મંગાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં 200 કરોડ રૂપિયાની આધુનિક મશીનરી તથા 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાથ ક્રેન્સની મદદથી 1,238 પ્રીકાસ્ટ સેગમેન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિષ્ણાતોના મત અનુસાર, આ બ્રિજ આધુનિક ભારતની ઇજનેરી ક્ષમતા અને સંકલ્પશક્તિનું પ્રતિબિંબ છે. આ બ્રિજ ભરૂચ અને અંકલેશ્વર જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. દિલ્હી, વડોદરા, સુરત અને મુંબઈ વચ્ચે માલસામાનની ઝડપી હેરફેર થવાથી સમગ્ર કોરિડોરમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ થશે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષા પાર્કિંગ મામલે હુમલો કરનાર યુવકની ધરપકડ:અમરાઈવાડીમાં ત્રણ યુવકોએ ભેગા મળીને માર માર્યો હતો, મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી
    Next Article
    હિંમતનગર પાલિકાએ 27થી વધુ દબાણ હટાવ્યા:જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર કાર્યવાહી, બ્લોક લગાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment