Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 મહાનગરપાલિકા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર:243 ઉમેદવારોના નામની જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    3 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા 8 મહાનગરપાલિકા માટે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં જે બેઠકો પર કોઈ વિવાદની શક્યતા નથી તેવા તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. બાકી રહેતા ઉમેદવારોના નામ હવે જાહેર કરાશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે(5 એપ્રિલ) ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ સાંજ સુધીમાં પહેલી યાદી જાહેર કરશે. AMCની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરશે,જેમાં શહેઝાદ ખાન, જગદીશ રાઠોડ, નીરવ બક્ષી, રાજશ્રી કેસરીની ટિકિટ લગભગ નક્કી છે. ભાજપ અમદાવાદમાં 192 બેઠક માટે એક વોર્ડમાં 12 નામ નક્કી કરશે. તેને લઈને શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે. આજે બીજા દિવસે પણ સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરાશે. સાથે જ ભાજપે આજથી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ શરૂ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી બોલ્યા- TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે:એક ખાસ ધર્મના લોકો બંગાળમાં હિંદુઓનું રહેવું મુશ્કેલ કરી દેશે
    Next Article
    જામનગરમાં બે ગેંગના 29 સાગરીતો પર ગુજસીટોક:અસલમ ખીલજી, અલ્તાફ ખફી ગેંગ સામે કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment