Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના રેસકોર્સમાં આજે બાબા બાગેશ્વરનો ‘દિવ્ય દરબાર’:ગાયક દેવ ભટ્ટના સૂર સાથે કથાનો પ્રારંભ, પીપળીયાએ કહ્યું- આજે દરબારમાં પૂછીશ કે 29 વર્ષથી ગૂમ મોહિલ ક્યાં છે?

    1 week ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજે સનાતન સેતુ હનુમંત કથામાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા દિવ્ય દરબાર યોજવામાં આવશે. ત્રીજા દિવસે મોટી સંખ્યામાં લોકો રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાંથી ઉપસ્થિત થઇ રહ્યા છે. દિવ્ય દરબાર શરૂ થાય એ પહેલા સૌરાષ્ટ્રના નામાંકિત ગાયક કલાકાર દેવ ભટ્ટ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. બાબા બાગેશ્વરનો દિવ્ય નહીં પ્રેત દરબાર રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપતા પીપળીયાએ કહ્યું - આજે હું બાબાના દરબારમાં જઈ પૂછીશ કે 29 વર્ષથી ગૂમ મોહિલ મોરધરા ક્યાં છે ? રાજકોટમાં આજે એક તરફ રેસકોર્સ મેદાનમાં સનાતન સેતુ હનુમાન કથામાં બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર છે ત્યારે શહેરના પાટીદાર આગેવાન અને કાયદેઆઝમ તરીકે જાણીતા પરસોતમ પીપળીયા તેનો વિરોધ કરવા માટે જશે. જે પૂર્વે તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ દિવ્ય નહીં પ્રેત દરબાર છે કારણકે કોઈપણ જાતની તબીબી ડીગ્રી વિના લોકોની બિમારી દૂર કરવા માટેનુ વચન આપવું તે અંધશ્રધ્ધા છે. બાબા બોલાવશે તો તેનો એક જ પ્રશ્ન રહેશે કે રાજકોટનો મોહિલ મોરધરા 29 વર્ષથી ગુમ છે તે ક્યાં છે? અને તેનું અપહરણ કરનારા કોણ છે? પરષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વરનો આજે દિવ્ય દરબાર લાગવાનો છે. આ પ્રેત દરબારમાં આવવા માટે મને ચેલેન્જ કરવામાં આવી છે. જેથી હું 7.30 વાગ્યે નીકળીશ અને 8 વાગ્યે પહોંચીશ. જેમાં મારો તેમને એક જ પ્રશ્ન છે કે રાજકોટનો મોહિલ મોરધરા વર્ષ 1997 માં ગુમ થયો હતો તે ક્યાં છે? કોણે અપહરણ કર્યું છે? તે બતાવી દે કારણકે રાજકોટના લોકોની શ્રદ્ધા અને પ્રેમ જોડાયેલો છે અને રાજકોટની જનતા આનાથી દુઃખી છે. રાજકોટની જનતાનો પ્રશ્ન છે મારો અંગત પ્રશ્ન નથી. જ્યારે રાજકોટના આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના બાબા બાગેશ્વર અંધશ્રદ્ધા ફેલાવતા નથી તેવા નિવેદન અંગે પૂછવામાં આવતા તેમને જણાવ્યું કે તે તેમનો મોટો હોઈ શકે અને સૌને પોતાનો મત આપવાનો અધિકાર છે. જોકે મારા વિચારો એવા છે કે તે અંધશ્રદ્ધા ફેલાવે છે. કોણ સાચું અને કોણ ખોટું એ પ્રજાએ નક્કી કરવાનું છે. તેમણે જણાવ્યું કે ચિઠ્ઠી અને ચબરખી કાઢવી એ જાદુગરી છે. તે એક ટેકનીક છે. કેન્સરના રોગ મટાડવાની તેઓ ખાતરી આપે છે અને આશીર્વાદ આપે છે તે મારી દ્રષ્ટિએ અંધશ્રદ્ધા છે. કારણકે તેમની પાસે કોઈ તબીબી ડીગ્રી નથી. સૌરાષ્ટ્રની વસ્તી કેટલી અને ત્યાં આવતું ઓડિયન્સ કેટલું? ત્યાં સૌરાષ્ટ્રની એક ટકો વસ્તી પણ આવતી નથી. જેમાં કેટલાક તો હનુમાન ચાલીસા સાંભળવા માટે જ આવે છે અને કેટલાક અંધશ્રદ્ધા માટે આવે છે. હનુમાન ચાલીસા અને કથાને હું પણ આવકારું છું. તેમણે અંતમાં જણાવ્યું કે, ઉપલબ્ધ કાયદાઓ અનુસાર બાબા બાગેશ્વરને અંધશ્રધ્ધા ફેલાવતા રોકવા જોઈએ. જે પ્રમાણે સરકારે આગળ આવવું જોઈએ અને કાયદાનો ઉપયોગ કરવો જોઈએ. બંધારણની કલમ 51 AH , અઘોરી અને જાદુગરી કરવા વિરુધ્ધનો 2024 નો કાયદો છે તે કલમો હેઠળ તેમણે કાર્યવાહી કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    No powders, no meat: How to hit 120g of daily protein on a pure vegetarian diet
    Next Article
    कॉलेज पर 1000 रुपए लेकर नकल करवाए जाने का आरोप, कॉलेज मैनेजर का फूफा पुतला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment