Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સલામતી સામે જોખમ:8 મહિનામાં 2,374 ઇમારતોમાં ફાયર સેફ્ટીની ખામી મળતા નોટિસ, 64 સ્થળોની એનઓસી પૂરી છતાં રીન્યુ કરાવવામાં આળસ

    6 hours ago

    રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના ગોઝારા અગ્નિકાંડના ઘા હજુ શહેરીજનોના મનમાંથી ભૂંસાયા નથી, ત્યારે રાજકોટમાં આગની સુરક્ષા વ્યવસ્થા અંગે અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શહેરના વિવિધ વોર્ડમાં છેલ્લા 8 મહિના દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં એક-બે નહીં, પરંતુ અધધ 2,374 ઇમારતોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું ખુલ્યું છે. આ તમામ મિલકતોના સંચાલકોને રાજકોટ મહાપાલિકા (RMC) દ્વારા નોટિસ ફટકારીને તાકીદ કરવામાં આવી છે. બીજીતરફ 64 સ્થળોની એનઓસી પૂરી છતાં રીન્યુ કરાવવામાં બિલ્ડીંગ ધારકો આળસ રાખતા હોવાનું પણ ખુલ્યું છે. જનરલ બોર્ડમાં પૂછાયેલા સવાલથી ખુલી પોલ શહેરની સુરક્ષા વ્યવસ્થાની આ વાસ્તવિકતા હાલમાં જ મળેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં સપાટી પર આવી હતી. વોર્ડ નં. 17 ના ભાજપના નગરસેવક કૌશિક ટાંકે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં કેટલી ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાયો અને તંત્રએ શું પગલાં લીધાં, તે અંગે સત્તાવાર વિગતો માંગી હતી. તેના જવાબમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગે આ ગંભીર આંકડાકીય ચિત્ર રજૂ કર્યું હતું. માત્ર 255 સ્થળોને સર્ટિફિકેટ, 62ની એનઓસી એક્સપાયર છેલ્લા 8 મહિનાની કામગીરીના આંકડા દર્શાવે છે કે 50 થી વધુ લોકો એકત્ર થતા હોય તેવી ઇમારતો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આમ છતાં, 8 મહિનાના ગાળામાં માત્ર 255 પ્રિમાઇસીસને જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મળી શક્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે 50 થી વધુ લોકોની અવરજવર ધરાવતી 62 ઇમારતો એવી મળી આવી છે, જેમની ફાયર એનઓસીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જવાબદારોએ તેને રિન્યુ કરાવવાની દરકાર સુદ્ધાં કરી નથી. કઈ કેટેગરીમાં કેટલી નોટિસ અપાઈ? અસેમ્બલી બિલ્ડિંગ: 544 કોમર્શિયલ: 519 કોમર્શિયલ અને રેસીડેન્સીયલ: 494 એજ્યુકેશન (શૈક્ષણિક સંસ્થાઓ): 399 રેસીડેન્સીયલ (રહેણાંક): 348 રિલીજીયસ (ધાર્મિક સ્થળો): 77 હોસ્પિટલ: 44 સ્ટોરેજ: 15 હેઝાર્ડિયસ (જોખમી સામગ્રી ધરાવતા સ્થળો): 4 ઉલ્લેખનીય છે કે, તંત્રનાં સત્તાવાર જવાબ મુજબ હાલ શાળા-કોલેજો, હોસ્પિટલો અને કોમર્શિયલ સંકુલોમાં ફાયર સેફ્ટીના છીંડા હોવાનું બહાર આવતા નાગરિકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે. બીજીતરફ મર્યાદિત સ્ટાફનાં કારણે ફાયર વિભાગ માટે શહેરની દરેક ઇમારત સુધી સમયસર પહોંચવું અને નિયમિત દેખરેખ રાખવી મોટો પડકાર બન્યો છે. જેને લઈને આ મુદ્દે કડક કાર્યવાહીમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં શાળાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા માગ:શાળાઓ પાસેથી લાખો રૂપિયા વસૂલાતો હોવાથી વિરોધ દર્શાવ્યો,માંગણી નહીં સ્વીકારાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી
    Next Article
    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા હવે ઘર વિનાના થશે:સરખેજમાં નાર્કોટિક્સના આરોપીઓના 2 ગેરકાયદે મકાનને AMC-પોલીસે બુલડોઝરથી તોડી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment