Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા હવે ઘર વિનાના થશે:સરખેજમાં નાર્કોટિક્સના આરોપીઓના 2 ગેરકાયદે મકાનને AMC-પોલીસે બુલડોઝરથી તોડી પાડ્યા

    6 hours ago

    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા આરોપીઓના ગેરકાયદે બાંધકામ સામે હવે બુલડોઝરની કાર્યવાહી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી. શહેરના સરખેજ વિસ્તારમાં બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલી મહિલા સહિત નાર્કોટિકના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદે ઘર ઉપર દાદાનુ બુલડોઝર ફરી વળ્યું. સરખેજના સંન્યાસ અને કૈલાશ આશ્રમ પાસે સરકારી જમીન પર ગેરકાયદે બનાવવામાં આવેલા 2 મકાનને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની મદદથી તોડી પાડવામાં આવ્યા. જેના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. દંપત્તી અને પાડોશી NDPSના ગુનામાં આરોપી ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, નો ડ્રગ્સ અમદાવાદ અભિયાન ચાલી રહ્યું છે. નાના-મોટા ડ્રગ્સ પેડલરોની વિરુદ્ધમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરખેજ પોલીસ અને ઝોન 7 LCB દ્વારા સરખેજ વિસ્તારમાં સુનીતા રાઠોડ અને દિપક રાઠોડ નામના આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવેલા હતા. પતિ-પત્ની અને તેમના પાડોશમાં રહેતા શાંતાબેન રાઠોડ પણ NDPS ગુનામાં સંડોવાયેલા હતો અને તેમની ગેરકાયદે મિલકત હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કોઈપણ નશાકારક પ્રવૃત્તિ કરવાના ગુનામાં સંડોવાયેલું હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપી સુનિતા સામે પ્રોહિબિશનના 48 કેસ આરોપી સુનિતા રાઠોડ વિરુદ્ધ નાર્કોટિક્સનો પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે અગાઉ તેની સામે પ્રોહિબિશનના 48 ગુના નોંધાયેલા છે. તેના પતિ વિરુદ્ધમાં પણ પ્રોહિબિશનના 24 ગુના દાખલ થયા છે. આરોપી શાંતાબેન રાઠોડ સામે પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશનના કે અન્ય કોઈ ગુના છે કે કેમ તેને લઈને હાલમાં તપાસ થઈ રહી છે. અગાઉ આજ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું આરોપીઓની ગેરકાયદે મિલકત હોવાનું ધ્યાને આવશે તો તેમની સામે તંત્રને સાથે રાખી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આ જ જગ્યા પર વર્ષ 2025માં TP 90 પર ડિમોલિશન કરી 6 મકાન અને 9 કોમર્શિયલ બાંધકામ AMCએ દૂર કર્યાં હતા. જ્યાં ફરી બાંધકામ કરતા અને નશાની પ્રવૃત્તિ શરૂ રાખતા પોલીસે કાર્યવાહીના ભાગરૂપે 2 મકાનને તોડી પાડવાની કાર્યવાહી કરી. નશાકારક પ્રવૃતિના આરોપીની ગેરકાયદે મિલકતની તપાસ થશે પોલીસ દ્વારા આ વિસ્તારમાં વોચ રાખવામાં આવશે. જો ફરીથી કોઈ આવી પ્રવૃત્તિ જણાશે તો તાત્કાલિક કાર્યવાહી થશે. ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા આરોપીઓની ગેરકાયદે મિલકતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જે બાદ તેમની સામે બુલડોઝર ફેરવવાની કાર્યવાહી થશે. યુવકે મહિલા આરોપી સુનિતાનું નામ આપ્યું હતું 4 દિવસ પહેલા જ ઝોન-7 LCB અને બોડકદેવ પોલીસે થલતેજ વિસ્તારમાં ગાંજો વેચતા રાજુ ભીલ નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આ રાજુની પૂછપરછમાં તેની કબૂલાતના આધારે પોલીસે સરખેજમાં સંન્યાસ આશ્રમ પાસે કૈલાશ તળાવ નજીક સુનિતા રાઠોડના મકાનમાં દરોડો પાડ્યો હતો. ઘરમાંથી પોલીસને 2.174 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ઘરની તિજોરીમાં એક બેગમાંથી ₹53.51 લાખ રોકડા મળી આવ્યા હતા. ડ્રગ્સમુકત ભારત અને ગુજરાત અભિયાન અંતર્ગત દેશમાંથી ડ્રગ્સની બદી દૂર કરવા ડ્રગ્સ વેચનારા તત્વો સામે ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ચાર દિવસ પહેલા અમદાવાદના JCP ક્રાઈમ શરદ સિંઘલે ડ્રગ્સ વેચવા મુદ્દે ચેતવણી આપી હતી કે, આરોપીઓ હવે ડ્રગ્સ વેચશે તો ગેરકાયદે મકાન તોડી દેવામાં આવશે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સલામતી સામે જોખમ:8 મહિનામાં 2,374 ઇમારતોમાં ફાયર સેફ્ટીની ખામી મળતા નોટિસ, 64 સ્થળોની એનઓસી પૂરી છતાં રીન્યુ કરાવવામાં આળસ
    Next Article
    How the Middle East was Betrayed | Palestine

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment