Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં સ્કૂલ બસ ટ્રક સાથે અથડાઈ:દેવીપુર પાસે અકસ્માત, 8 વિદ્યાર્થીને ઈજા, 2 ગંભીર

    3 days ago

    હળવદના દેવીપુર ગામ પાસે બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસમાં સવાર 8 વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. આજે વહેલી સવારે બ્રિલિયન્ટ સ્કૂલની બસ (GJ 13 T 0182) ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી. મોરબી-હળવદ હાઈવે પર દેવીપુર ગામ નજીક બસ આગળ જઈ રહેલા ટ્રક (RJ 14 GN 3565) પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 8 વિદ્યાર્થીને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ચરાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી બે વિદ્યાર્થીને વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેમને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતની નોંધ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ થોડીવારમાં લોન્ચ થશે:5 મિનિટ પહેલા કાઉન્ટડાઉન રોકાયું; સોનાના બનેલા કલામ, સારાભાઈ અને સીવી રમણ પણ લઈ જશે
    Next Article
    શહેરમાં રૂ.21.22 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું:વિકાસનો હેતુ માત્ર માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનો, નાગરિકોના જીવનને વધુ સુવિધાસભર, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે - કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment