Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન; 151 કિલોની કેક, 1 લાખ બલૂનની વર્ષા, DJના તાલે ઝૂમી ઉઠ્યા ભક્તો

    5 days ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે 'કૃતજ્ઞતા મહામહોત્સવ'નો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે 2જી એપ્રિલના રોજ હનુમાન જયંતીના મુખ્ય દિવસે વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે જન્મોત્સવની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સવારે 07:30 કલાકે 1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. વહેલી સવારે 7 કલાકે 751 પાટલા સાથેનો 'વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ'નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધારે ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો અદભુત લાભ લીધો હતો. યજ્ઞની ધુમ્રસેરમાં રહેલી પવિત્રતા અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો છે. આ સાથે મંદિરના મુખ્ય શિખર પર ભાવિકો દ્વારા અર્પણ કરાયેલી 108 ધ્વજા ચઢાવવામાં આવી હતી, તો બપોરના સમયે દાદાને 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો, દાદાના જન્મોત્સવને લઈ ભક્તોમાં તેમજ સંતો મહંતોમાં ખૂબ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સમગ્ર પરિસરમાં ‘જય શ્રી રામ જય’ના નાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં જોવા મળ્યું હતું. ગઈકાલે બુધવારે ઉત્સવના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું અત્યંત શ્રદ્ધાપૂર્વક ઐતિહાસિક અને દિવ્ય 'રાજોપચાર પૂજન' કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે 'કિંગ ઓફ સાળંગપુર'ની વિરાટ પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મધરાતે કાઉન્ટડાઉન પૂર્ણ થતાની સાથે જ આકાશમાં શાનદાર આતશબાજી કરીને દાદાના પ્રાગટ્યને વધાવવામાં આવ્યું હતું. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ સાળંગપુર ધામમાં હનુમાન જયંતી ઉત્સવની પળેપળની અપડેટ્સ માટે વાંચો લાઇવ બ્લોગ…
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં આજે CAPF બિલ રજૂ થશે, રાજ્યસભામાં પાસ:ડેપ્યુટેશનના નિયમો નક્કી થશે; દાવો- એપ્રિલના ત્રીજા અઠવાડિયે ફરી સત્ર બોલાવી શકાય છે
    Next Article
    રહીશો જાગી જતાં તસ્કરોએ પથ્થરમારો કર્યો, CCTV:રાધનપુર રોડ પર બંધ બંગલામાં ચોરી કરી, અન્ય સોસાયટીમાં ઘૂસવા જતા લોકોની ધોકાવાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment