Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા:મોબાઇલની લાઈટના અંજવાળે જુગાર રમતા 8 મહિલા સહિત 15 જુગારીઓ રંગે હાથે ઝડપાયા, 71 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના અધેવાડા વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે જેમાં રઘુકુળ પાર્ટી પ્લોટ નજીક આવેલા ખુલ્લા ખેતરમાં મોડી રાત્રે મોબાઈલની લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 8 મહિલાઓ અને 7 પુરુષો મળી કુલ 15 ઇસમોને પોલીસે રંગે હાથે ઝડપી લીધા હતા, આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારના સાધનો સહિત કુલ રૂ.71 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તમામ ઈસમોઓ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર LCBનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અધેવાડા ગામ નજીક રઘુકુળ પાર્ટી પ્લોટની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક પુરુષો અને મહિલાઓ મોબાઈલની લાઈટના અંજવાળે જાહેરમાં ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે ​બાતમીને પગલે પોલીસે સ્થળ પર રેઇડ કરતા, ગોળ કુંડાળું વળીને જુગાર માં મગ્ન બનેલા 8 મહિલા અને સાત પુરુષોઓ ને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા. ​પોલીસે સ્થળ પરથી જુગારના સાધનો ઉપરાંત રોકડ રકમ અને કિંમતી મોબાઈલ ફોન કબજે કર્યા છે જેમાં ​રોકડ રકમ રૂ.60,780,​મોબાઈલ ફોન 3 નંગ રૂ.11,000, ગંજીપત્તાના પાના સહીત ​કુલ મુદ્દામાલ: રૂ.71,780 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, ​ ​પકડાયેલા આરોપીઓ 1. દુર્ગેશ ઉર્ફે દુટ્ટો સુરેશભાઇ મકવાણા ઉ.વ.40 ધંધો-મજુરી રહે.રૂમ નંબર-306, 25 વારીયા, રૂવા,ભાવનગર 2. જીતેન્દ્દ પરશોત્તમભાઇ બારૈયા ઉ.વ.38 ધંધો-ડ્રાયવીંગ રહે.માધવાનંદ-01, ચિત્રા, ભાવનગર મુળ-આંબલી પાદર, ભોજપરા તા.જી.ભાવનગર 3. રવિ ટીંડોરભાઇ વેગડ ઉ.વ.37 ધંધો-મચ્છીનો રહે.મફતનગર, મેલડીમાંની ધાર, ભનાભાઇની દુકાન પાસે, ખેડુતવાસ, ભાવનગર 4. સાગર શાંતિભાઇ મકવાણા ઉ.વ.33 ધંધો-મજુરી રહે.મકાન નં.57, જુના કવાટર્સમાં, સુર્યા ચોક પાસે, ઘનાભાઇની દુકાન પાસે, ખેડુતવાસ,ભાવનગર 5. રાજુભાઇ ઉર્ફે બુધાભાઇ ખોડીદાસભાઇ ડાભી ઉ.વ.53 ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે.અર્બન બે માળીયા, રેશન શોપની સામે, ભરતનગર, ભાવનગર. 6. હિરેન રમેશભાઇ પરમાર, ઉ.વ.41 ધંધો-પ્રાઇવેટ સિક્યુરીટી રહે.રૂમ નં.501, નટરાજ રેસીડન્સી, ટોપ થ્રી સીનેમા પાસે, ભાવનગર 7. કરીમભાઇ મજીદભાઇ શેખ ઉ.વ.52 ધંધો-એ.સી. રીપેરીંગ રહે.મહમદી બાગ પાસે, ભુતના લીમડા પાસે, સાંઢીયાવાડ, ભાવનગર 8. મીનાબેન વા/ઓ વિજય સગ્રામભાઇ બાવળીયા ઉ.વ.40 ધંધો- ઘરકામ રહે.મફતનગર, મહાકાળી ચોક, બોરતળાવ, ભાવનગર 9. નીતાબેન વા/ઓ કાનજીભાઇ ગોપાભાઇ બારૈયા ઉ.વ.40 ધંધો- કડિયા કામ રહે.મફતનગર, હેઠલા ફળી, બાબુ માધાભાઇ ની દુકાન પાસે, ખેડુતવાસ,ભાવનગર 10. સોનલબેન વા/ઓ મહેશભાઇ રાજુભાઇ મકવાણા ઉ.વ.32 ધંધો-ઘરકામ રહે.અવેડા પાસે, નારી રોડ, કુંભારવાડા, ભાવનગર 11. રેખાબેન વા/ઓ જેન્તીભાઇ ચીથરભાઇ મકવાણા ઉ.વ.47 ધંધો-ઘરકામ રહે.મફતનગર, ફિલ્ટર ટાંકી પાસે, બોરતળાવ ભાવનગર 12. નાનીબેન વા/ઓ રવિ ટીંડોરભાઇ વેગડ ઉ.વ.30 ધંધો- મચ્છીનો રહે.મફતનગર, મેલડીમાંની ધાર,ભનાભાઇની દુકાન પાસે, ખેડુતવાસ, ભાવનગર 13. જયશ્રીબેન ઉર્ફે પિન્ટુબેન વા/ઓ કાવાભાઇ પરમાર, ઉ.વ.30 ધંધો-મજુરી રહે.ભોળાનાથના મંદીર પાસે, મ્યુનિસીપાલ્ટી, ક્વાર્ટર્સ, ખેડુતવાસ, ભાવનગર 14. સુનિતાબેન ઉર્ફે લાલુબેન વા/ઓ મુનાભાઇ જસમુળીયા ઉ.વ.38 ધંધો-મજૂરી રહે.ગધેડીયા ફિલ્ડ, ઝુપડપટ્ટી, ભાવનગર 15. શારદાબેન વા/ઓ અનિલભાઇ ગોસાઇ, ઉ.વ.40 ધંધો-ઘરકામ રહે.રમણીકભાઇ પરમારના મકાનમાં ભાડેથી, સહજાનંદ સોસાયટી, ચિત્રા-સિદસર રોડ, ચિત્રા, ભાવનગર (તમામ મહિલાઓની ધરપકડ કરવાની બાકી) આમ, ભરતનગર પોલીસે તમામ ઇસમોઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાનનો કુવૈત-બહેરીનમાં 8 અમેરિકી ઠેકાણાઓ પર હુમલો:ખામેનીએ કહ્યું- દુશ્મન દેશોના નિવેદનો જ ગુનાના પુરાવા, દરેક મોતનો હિસાબ લઈશું
    Next Article
    Pakistan Launches Deadly Airstrikes On Afghanistan, Injures Dozens Of Women And Children

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment