Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 લેન રોડના 136 વૃક્ષો રિ-પ્લાન્ટ કરાશે:પાલનપુરમાં કલેકટર કચેરીના 36 વૃક્ષોનું રિ-પ્લાન્ટેશન શરૂ

    1 day ago

    પાલનપુરમાં નવી કલેકટર કચેરીના નિર્માણ તેમજ એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધી બનનારા 8 માર્ગીય આઇકોનિક રોડના કામ દરમિયાન નડતરરૂપ બનતા વૃક્ષોને કાપવાના બદલે બચાવી રાખવા તંત્ર દ્વારા અનોખી પહેલ હાથ ધરી છે. બુધવારથી કલેકટર કચેરી આગળ આવેલા બગીચાના 36 વૃક્ષોના રી-પ્લાન્ટેશનની કામગીરી શરૂ કરી છે.બુધવારે પ્રથમ વૃક્ષને સફળતાપૂર્વક મૂળમાંથી બહાર કાઢીને કોર્ટ પાછળની ખુલ્લી જગ્યામાં સ્થાપિત કરાયું હતું. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય વૃક્ષોનું પણ રી-પ્લાન્ટેશન કરાશે. સરકારના વન વિભાગની માલિકીના હાઇડ્રોલિક મશીનની મદદથી વૃક્ષોને મૂળ સહિત સાવધાનીપૂર્વક બહાર કાઢી કોર્ટ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ફરી સ્થાપિત કરાઈ રહ્યા છે. કામગીરી દરમિયાન વૃક્ષોને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નવી કલેકટર કચેરી અને આઇકોનિક રોડના નિર્માણમાં કુલ 136 જેટલા ઘટાદાર વૃક્ષો નડતરરૂપ બનતા હતા. પર્યાવરણ જળવાઈ રહે અને વર્ષો જૂના વૃક્ષોનો નાશ ન થાય તે માટે તંત્રએ પ્રથમવાર હાઇડ્રોલિક ટેકનોલોજી દ્વારા વૃક્ષોને અન્ય સ્થળે ખસેડી પુનઃ વાવવાનો અભિગમ અપનાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ:પાટણમાં પાણી નિકાલ માટે 90 લાખના ખર્ચે પાઈપો નખાશે‎
    Next Article
    જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે બોમ્બ ફોડ્યો‎:કોંગ્રેસમાં લોબિંગથી ટિકિટ મળે, ન મળે તો પક્ષના લોકો જ હરાવે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment