Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે દિવસ ગરમીનું 'યલો એલર્ટ’, આજે 8 જિલ્લામાં હીટવેવ:બાળકોને 12 વાગ્યા પહેલાં છોડવા અને આઉટડોર એક્ટિવિટી ન કરાવવા અમદાવાદની શાળાઓને DEOની સૂચના

    17 hours ago

    ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેમ હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું છે. પહેલીવાર ગરમીનો પારો 44°C પાર ગયો છે, જેમાં કંડલા એરપોર્ટનું સૌથી વધુ 45.2°C નોંધાયું, જ્યારે અમદાવાદ 44.8°C સાથે બીજા નંબર પર રહ્યું છે. કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા હતી. આ સાથે ઢળી પડ્યા બાદ ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. 26 એપ્રલને રવિવારે ગુજરાતના 5 શહેરોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. દિવસભરની ગરમી સાથે રાતે પણ ગરમ પવનો ફૂંકાતા લોકોને અકળાણનો સામનો કરવો પડી રહ્યો છે. બપોરના સમયે લોકો કામ વગર બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, ગુજરાત પર બે દિવસ હીટવેવનો ખરતો છે. આજે (27 એપ્રિલ) કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં, જ્યારે આવતીકાલે (28 એપ્રિલ) કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તેમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની, બપોરના સમયમાં બહાર જવાનું ટાળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ એલર્ટ, 12 વાગ્યા પહેલાં બાળકોને છોડવા કહ્યું અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની તમામ શાળાઓને બાળકોની સલામતી માટે પોતાની વિવેકબુદ્ધિથી સમયમાં ફેરફાર કરવા કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, દરેક વખતે પરિપત્ર કરવો એ જરૂરી નથી, શાળાઓ પોતે નિર્ણય લઈ શકે છે. બપોરના 12 વાગ્યા પહેલાં તમામ બાળકોને છોડી દેવાઈ તેવી વ્યવસ્થા કરવી. સાથે જ વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં બેસાડવાનું ટાળવા અને બહારની કોઈપણ પ્રકારની એક્ટિવિટીઝ ન કરાવવી. વધુમા તેમણે ગરમીના આ પ્રચંડ માહોલમાં બાળકોને ઠંડકવાળા અને સુરક્ષિત વાતાવરણમાં જ રાખવા માટે ભાર મુકાયો છે. વડોદરામાં ગરમીથી બચવા લોકો જ્યુસ પીતા નજરે પડ્યાં વડોદરામાં આજે ગરમી 43 ડિગ્રીએ પહોંચી ગઈ છે. લોકો ગરમીથી રાહત મેળવવા અને ડિહાઈડ્રેશનથી બચવા ઠંડા-પીણા પી રહ્યા છે. ફતેગંજ વિસ્તારમાં આઈસ્ક્રીમ પાર્લર ચલાવનાર નરેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે, આકરી ગરમીમાં લૂ ન લાગે અને શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે લોકો મસ્કમેલન, વોટરમેલન, ફાલસા અને મેંગો જેવા ફ્રૂટ જ્યુસ ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો ગરમીથી રાહત મેળવવા સતત જ્યુસ પીવા આવે છે. ગરમીના કારણે જ્યુસના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસો કરતા વેચાણમાં 50%થી વધુનો વધારો થયો છે. સ્થાનિક રાધિકાબેન અગ્રવાલે કહ્યું કે, અત્યારે ગરમી ખૂબ જ વધી ગઈ છે, જેથી શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે વોટરમેલન અને શક્કરટેટીના જ્યૂસ પીવા આવ્યાં છીએ. ગરમીમાં શરીરને ઠંડક આપવા અને સ્વસ્થ રાખવા માટે તાજા ફળોના જ્યૂસ પીવા ખૂબ જ જરૂરી છે. ગાંધીનગરના રસ્તાઓ પર કર્ફ્યું જેવો માહોલ હીટવેવની આગાહી વચ્ચે ગાંધીનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રવિવાર બાદ આજે સોમવારે પણ ગરમીનું આક્રમક જોર યથાવત્ રહેતા નગરજનો અકળાઈ ઉઠ્યા છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં થઈ રહેલા ફેરફાર અને વધતા ભેજના પ્રમાણને કારણે લોકો ભારે ઉકળાટ અને પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બપોરના સમયે આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાતા શહેરના માર્ગો ઉપર કર્ફ્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વધતી જતી ગરમીની અસર મનુષ્યો જ નહીં, પરંતુ અબોલ પશુ પક્ષીઓ ઉપર પણ વરતાઈ રહી છે. બે દિવસ હિટવેવની આગાહી, અમદાવાદ-ગાંધીનગરનો પારો 44°C રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યાં અનુસાર, આવતા બે દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમ હવામાં વધારો થવાની શક્યતા છે. આવતીકાલે (28 એપ્રિલ) કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે ત્યારબાદ ત્રણ દિવસ પછી તાપમાનમાં અંદાજે 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. હાલમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. ગતરોજ અમદાવાદમાં 44.8°C અને ગાંધીનગરમાં 44.2°C તાપમાન નોંધાયું હતું, આજે તાપમાન પારો 44°C પહોંચવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ‘હોટ એન્ડ હ્યુમિડ’ની સ્થિતિ આગામી 24 કલાક માટે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો જેમ કે, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, મોરબી અને બોટાદ ઉપરાંત ગુજરાતરીજનના સુરત, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે ગરમી રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાજકોટ-સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે, જેને ‘હોટ એન્ડ હ્યુમિડ’ સ્થિતિ કહેવામાં આવે છે. માછીમારો માટે હાલ કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી અને દરિયાકાંઠે પવનની ગતિ 15થી 20 નોટ્સ રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની ગરમીનો ઐતિહાસિક રેકોર્ડ ગરમીના સર્વકાલીન રેકોર્ડની વાત કરીએ, તો ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ મે, 2016માં નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. અત્યારે (2026) એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને મે મહિનો બાકી હોવાથી શક્યતા છે કે, આગામી દિવસોમાં આ 45.2°Cનો રેકોર્ડ પણ તૂટી શકે છે, કારણ કે મે મહિનો ગુજરાતમાં સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં હીટવેવનો ખતરો છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. યુપી-રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાન 46°C ને પાર, બિહારમાં શાળાની કર્મચારીનું મૃત્યુ, દેહરાદૂનમાં શાળાઓ બંધ દેશમાં ભીષણ ગરમી અને હીટવેવમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વોત્તર સિવાય ભારતના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન 40થી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે. યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે તાપમાન 46°Cથી ઉપર ગયું. મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન સૌથી વધુ 46.9°C રહ્યું. ત્યારબાદ અમરાવતી (મહારાષ્ટ્ર)માં 46.8°C, બાંદા (યુપી)માં 46.6°C, વર્ધા (મહારાષ્ટ્ર) અને બાડમેર (રાજસ્થાન)માં 46.4°C, જેસલમેર (રાજસ્થાન) અને યવતમાલ (મહારાષ્ટ્ર)માં 46°C તાપમાન નોંધાયું. બિહારના 11 જિલ્લાઓમાં રવિવારે પારો 40°C ને પાર કરી ગયો. આરામાં ભીષણ ગરમીના કારણે એક ખાનગી શાળાની મહિલા કર્મચારીનું મૃત્યુ થયું. પટનાના ઝૂમાં પ્રાણીઓ માટે 17 કુલર અને 11 AC લગાવવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    1981માં પણ હોટલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પર પણ ફાયરિંગ થયું હતું:હીરોઈનને ઈમ્પ્રેસ કરવા માટે હુમલાખોરે રાષ્ટ્રપતિ રીગનને ગોળી મારી હતી
    Next Article
    42 ડિગ્રી તાપમાન વચ્ચે પાણી કાપ:મંગળવારે શહેરના 12 જેટલા વિસ્તારોમાં પાણી કાપ, જાણો કયા કયા વિસ્તારો પ્રભાવિત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment