Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    42 ડિગ્રી તાપમાન વચ્ચે પાણી કાપ:મંગળવારે શહેરના 12 જેટલા વિસ્તારોમાં પાણી કાપ, જાણો કયા કયા વિસ્તારો પ્રભાવિત થશે

    13 hours ago

    તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટમાં કામગીરીને પગલે 12 વિસ્તારોમાં પાણી કાપ ​ભાવનગર શહેરમાં જ્યારે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે શહેરના અંદાજે 30 થી 40 હજાર નાગરિકોએ પાણી કાપનો સામનો કરવો પડશે, તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ ખાતે શેત્રુંજીની મુખ્ય પાઈપ લાઈન પર નવા વાલ્વ ઇન્સ્ટોલેશન અને નવા પંપીંગ સ્ટેશનના ટ્રાયલની કામગીરીને કારણે આગામી 18 થી 20 કલાક સુધી પાણી પુરવઠો બંધ રહેશે. શહેરમાં સતત બે દિવસ થી ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી રહ્યો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ભાવનગર શહેરના 12 જેટલા વિસ્તારોમાં કાળજાળ ગરમીમાં પાણી કાપ જેમાં 30 થી 40 હજાર લોકોને પાણી કાપ ભોગવવો પડશે... તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ ખાતે શેત્રુંજીની મુખ્ય પાઈપ લાઈન પર નવા વાલ્વ ઇન્સ્ટોલેશન અને નવા પંપીંગ સ્ટેશનના ટ્રાયલની અનિવાર્ય કામગીરી હાથ ધરવામાં આવનાર છે, ​આ ટેકનિકલ કામગીરીને પગલે શેત્રુંજી ડેમ આધારિત રો-વોટરનો જથ્થો આગામી 18 થી 20 કલાક સુધી બંધ રહેવાનો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ શકે છે, ​ભાવનગર શહેરના તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ ખાતે જરૂરી મેન્ટેનન્સ અને નવી કામગીરીને કારણે આવતીકાલે શહેરના પ્રભુદાસ તળાવ ESR આધારિત તથા તખ્તેશ્વર ESR-2 માં આવેલ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, ​પાણી કાપને બે ઝોનમાં વહેંચવામાં આવ્યો છે ​ 1. પ્રભુદાસ તળાવ ESR આધારિત વિસ્તારોઓમાં પોપટનગર, ધનાનગર, એક્સલ, રૂવાપરી રોડ, જમનાકુંડ, શિશુવિહાર, પ્રભુદાસ તળાવ વગેરે.... સમય સાંજે 4 કલાકથી રાત્રિના 10:30 કલાક સુધીનો પાણી પુરવઠો બંધ રહેશે... ​2.તખ્તેશ્વર ESR-૨ આધારિત વિસ્તારોઓમાં આતાભાઈ, રૂપાણી, સરદારનગર, અનંતવાડી, વિદ્યાનગર, આઈ.ટી.આઈ (ITI) વગેરે વિસ્તારોમાં બપોરે 11:45 કલાકથી સાંજના 7:15 કલાક સુધીનો પાણી પુરવઠો બંધ રહેશે. તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ આધારિત અન્ય તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ કાર્યપાલક ઈજનેર એ જણાવ્યું હતું. કાર્યપાલક ઈજનેર ફિલ્ટર વિભાગના ભાવેશ વ્યાસએ જણાવ્યું હતું કે, શેત્રુંજી ડેમ માંથી ઓન એન એવરેજ 80 થી 85 MLD લેતા હોઈએ છીએ, જનરલી ઓછી જરૂરિયાત હોય તો 60 MLD આજુબાજુ પણ લેતા હોઈએ છીએ. અને કાલનો જે સ્ટોપેજ છે, એમાં શેત્રુંજી ડેમ ઉપર 11 KV HT પમ્પિંગ સ્ટેશન જે છે, નવનિર્માણ થયેલું એના પમ્પ મોટરના ટ્રાયલ ટેસ્ટિંગ માટેનું કામ છે. અને એ 630 કિલોવોટના એકદમ હાઈ કેપેસીટીના અને 107 મીટર હેડના પમ્પ છે, એના ટેસ્ટિંગના કામો છે ઉપરાંત તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ ખાતે જે 1000 એમએમ ડાયામીટરની લાઈન છે, શેત્રુંજી ઇનકમિંગ લાઈન એના ઉપર વાલ્વ ફિટિંગની કામગીરી છે એના માટે થઈ અને આ સ્ટોપેજ લેવાનો છે અને જનરલી એવું થતું હોય કે અહીંથી શેત્રુંજી ડેમ 47 થી 49 કિલોમીટર જેવી લેન્થમાં જે પાણી સ્ટોરેજ થયેલું હોય એ ખાલી થતા વાર લાગતી હોય છે અને ખાલી થયા પછી જનરલી મેન્ટેનન્સ કામ કરી શકાતું હોય છે, ESR 2 માંથી સપ્લાય થતા વિસ્તારોમાં પાણી કાપ છે અને એક પ્રભુદાસ વિસ્તારમાંથી પ્રભુદાસ ESR માંથી સપ્લાય થતા વિસ્તારોમાં પાણી કાપ છે.
    Click here to Read More
    Previous Article
    બે દિવસ ગરમીનું 'યલો એલર્ટ’, આજે 8 જિલ્લામાં હીટવેવ:બાળકોને 12 વાગ્યા પહેલાં છોડવા અને આઉટડોર એક્ટિવિટી ન કરાવવા અમદાવાદની શાળાઓને DEOની સૂચના
    Next Article
    ગીરમાં વન વિભાગના કર્મીના ભાઈ સહિતનાએ કરી સિંહની પજવણી:તોરણીયાના સરપંચે રેડ પાડી ટોર્ચ-લાકડી સાથે રંગેહાથ ઝડપ્યા; અધિકારીઓ પૈસા લઈ સિંહ દર્શન કરાવતાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment