Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8મા પગાર પંચ સહિતની 12 માંગણીઓ સાથે શ્રમિકોનું વિરોધ પ્રદર્શન:કલેક્ટર કચેરીઓ ખાતે ધરણાં યોજી આવેદન અપાયું

    7 hours ago

    શ્રમિકો, આંગણવાડી, આશા વર્કર્સ અને બાંધકામ ક્ષેત્ર સહિતના કામદારોના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ‘ભારતીય મજદૂર સંઘ’ (BMS) દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ગુજરાતભરની જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન વિશાળ ધરણાં યોજી સરકારને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે પણ વિવિધ ક્ષેત્રોના આશરે 1 હજારથી વધુ શ્રમિકો આ આંદોલનમાં જોડાઈ અવાજ બુલંદ કર્યો હતો. શ્રમિકોની મુખ્ય 12 સૂત્રીય પડતર માંગણીઓ ભારતીય મજદૂર સંઘ દ્વારા અધિક કલેક્ટર સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રમાં શ્રમિકોના હિત માટે ૧૨ મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવા ભાર મૂકવામાં આવ્યો છે: ભાવનગરમાં 1 હજારથી વધુ શ્રમિકોની ઉપસ્થિતિ ભાવનગર કલેક્ટર કચેરી પરિસરમાં યોજાયેલા ધરણાં પ્રદર્શનમાં વિવિધ ઔદ્યોગિક એકમો, બાંધકામ ક્ષેત્ર તેમજ સરકારી યોજનાકીય કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શ્રમિક નેતાઓએ જણાવ્યું હતું કે વધતી મોંઘવારી સામે વર્તમાન વેતન અને સામાજિક સુરક્ષા અપૂરતી છે. સરકારે તાત્કાલિક ધોરણે આ 12 સૂત્રીય માંગણીઓ સ્વીકારી યોગ્ય પરિપત્ર બહાર પાડવો જોઈએ, અન્યથા આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પંચાયત વિભાગમાં 4 TDOને પ્રમોશન, અશોકકુમારને બેચરાજી મંદિર ટ્રસ્ટની જવાબદારી:ભાવેશ વસાવા, મલય ભુવા અને કૃષ્ણપાલને DyDDOની પોસ્ટ, વર્ગ-1ના જુનિયર સ્કેલમાં નિમણૂક
    Next Article
    तो दिमाग़ लगाना बंद कर दिया जाए, मोदी सरकार को दिमाग़ से इतनी दिक्कत हो गई है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment