Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીને માસિક 8 હજાર ભરણપોષણ આપવાનો હુકમ રદ્દ:સાસરીયાઓમાં 12 વર્ષના સગીર ભત્રીજાને પક્ષકાર બનાવી કહ્યું- તે દિયર છે અને કમાય પણ છે

    2 days ago

    અમદાવાદની મેટ્રો કોર્ટમાં એક મહિલાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તેના લગ્ન વર્ષ 2009માં થયા હતા. લગ્નમાં તેને પિયર તરફથી સ્ત્રી ધન આપવામાં આવ્યું હતું તેમજ કહેવામાં આવ્યું હતું કે, છોકરો આર્મીમાં નોકરી કરે છે. જોકે, તે વાત ખોટી હતી, લગ્ન બાદ સાસરિયાઓએ દહેજ બાબતે તેની સાથે ઝઘડો કરતા હતા. તેને ઘરેથી બે લાખ રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતા હતા અને માર મારતા હતા. મહિલાએ ભરણપોષણ માટે કરી કોર્ટમાં અરજી વળી સાસરિયાઓ ગર્ભ પડાવવા પણ દબાણ કરતા હતા. ઘરના કામોમાં પણ હેરાન કરતા હતા અને તેની દેખભાળ રાખતા નહોતા. તેની પાસેથી સ્ત્રી ધન પણ લઈ લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકીને સંબંધ કાપી નાખ્યા હતા. તેનો પતિ મહિને 35 હજાર રૂપિયા જેટલું કમાય છે. તેને એક સંતાન છે. જેથી તેને ભરણપોષણ આપવામાં આવે. જોકે, સામે પતિએ આક્ષેપોને ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેણે કોઈ સ્ત્રી ધન લીધું નથી. પરંતુ પત્નીએ પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપતી હતી. પતિ પોતે માત્ર 12 હજાર રૂપિયા માસિક કમાય છે. તેના માતા-પિતા વૃદ્ધ છે અને તેમના ભરણ પોષણની જવાબદારી પણ તેની ઉપર છે. પરંતુ અમદાવાદ મેટ્રો કોર્ટે પત્નીને માસિક કુલ 8 હજાર ભરણપોષણ ચૂકવવા અને 30 હજાર માનસિક યાતના તેમજ લીગલ ખર્ચ પેટે એકવાર ચૂકવવા હુકમ કર્યો હતો. પક્ષકાર દિયર નથી ભત્રીજો છે અને સગીર છે જેની સામે સાસરીયાઓએ એડવોકેટ શહેનાઝ સૈયદ દ્વારા સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે મહિલાએ સાસરીયા ઉપર આક્ષેપ કર્યા છે. તેમાં એક પક્ષકારને પોતાનો દિયર બતાવ્યો છે. જે ખરેખરમાં તેનો દિયર નહીં પરંતુ ભત્રીજો છે, વળી તે સગીર છે. તે કમાતો હોવાની પણ બાબત ખોટી દર્શાવી છે, તે તો ભણે છે. સેશન્સ કોર્ટે મેટ્રો કોર્ટના હુકમને રદ કર્યો આવા કેસથી સગીરના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડી શકે છે. વળી પતિ પણ વાર્ષિક 84 હજાર રૂપિયા જેટલું જ કમાય છે. જેમાં તેના વૃદ્ધ માતાપિતાનું ભરણપોષણ પણ કરવાનું હોય છે. જેથી સેશન્સ કોર્ટે મેટ્રો કોર્ટના અગાઉં હુકમને રદ કરતા ફરીથી ટ્રાયલ ચલાવવા માટે હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    લીંબડીમાં પતિ-પત્ની જીવતા ભૂંજાયા:પાડોશીએ કહ્યું- ચાર્જીંગમાં રહેલો મોબાઇલ ફાટ્યો; ફાયર ફાયટરના વિલંબને કારણે દંપતીનું મોત, 6 માસના બાળક સહિત 6 લોકોને બચાવી લેવાયા
    Next Article
    7 PM Gujarati News | 7 વાગ્યાના ગુજરાતના તમામ મોટા સમાચાર | Latest Gujarati News | Fatafat News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment