Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની 8 સ્કૂલ-મોદી સ્ટેડિયમમાં બોમ્બ-બ્લાસ્ટની ધમકી:'બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે'; 11 મહિનામાં 8મી વાર ધમકી

    9 hours ago

    અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલય સહિત 8 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ત્યારે વાલીઓને બાળકોને સ્કૂલ લેવા પહોંચ્યા હતા. પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ સ્કૂલોએ પહોંચી છે. જ્યારે બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. છેલ્લા 11 મહિનામાં 8મી વખત અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી. એટલું જ નહીં ધમકીભર્યાં મેઈલમાં ઉલ્લેખ કરાયો છે કે, ‘બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે’. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે આ ઈમેલ કરવામાં આવ્યો. જેમાં કોઈ પણ પોતાના બાળકને દિલજીતના કોન્સર્ટમાં ન મોકલે અને સ્કૂલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો. સેટેલાઈટની શ્રી નારાયણ ગુરુ સ્કૂલ-કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીની MA સેમ 3ની પરીક્ષા હતી. 11 વાગ્યે પરીક્ષા શરૂ થવાની હતી. 750 પરીક્ષાર્થીઓને પણ શાળામાં જવા દેવામાં આવ્યા ન હતા. જો કે બોમ્બ સ્ક્વોર્ડની તપાસ બાદ તમામ પરીક્ષાર્થીઓને કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્કૂલોને ધમકી અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, જે સ્કૂલને ધમકી ભર્યાં ઈમેલ મળ્યા છે, તેમને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે. સ્કૂલમાંથી તમામ બાળકને સુરક્ષિત બહાર કાઢીને માતા પિતાને સોંપી દેવા આદેશ કરવામાં આવ્યો હતો. તપાસમાં પોલીસને સહકાર આપવા પણ જાણ કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    A day after Serbian strongman’s fall, protesters storm the office of a pro-govt outlet
    Next Article
    રમવા ગયેલી 12 વર્ષની દીકરી સાથે બાપ-દીકરાએ અડપ્લા કર્યાનો આક્ષેપ:અમદાવાદમાં આરોપી મહિલાએ સગીરાની માતાની આંખમાં મરચાંની ભૂકી નાખી, પિતાને છરીથી હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment