Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીના કારણે સવારે 8 વાગ્યાથી કોર્ટ કાર્યવાહી શરૂ કરવા માંગ:બારરૂમ, લાયબ્રેરીમાં એસી મુકવા, કોર્ટ પરિસરમાં આરોગ્ય કેન્દ્ર બનાવવા અને અલાયદી 108 એમ્બયુલન્સ ફાળવવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરાઈ

    7 hours ago

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે અસહ્ય લૂ અને તાપને ધ્યાનમાં રાખી રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલો, કોર્ટ સ્ટાફ અને પક્ષકારોના હિતમાં એક મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી છે. જેમાં રાજકોટના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ મારફત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને રાજકોટ જિલ્લાના યુનિટ જજ ઈલેશ વોરાને પત્ર લખી કોર્ટના સમયમાં ફેરફાર કરવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાએ રજૂઆત કરતા જણાવાયું હતું કે, હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવું પક્ષકારો માટે અત્યંત મુશ્કેલ બની રહે છે. ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી આવતા અસીલોને લૂ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ઉપરાંત વકીલોને પણ કાળઝાળ ગરમીમાં કામ કરવાને કારણે હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની પૂરી શક્યતા છે. માટે 15 જૂન સુધી એટલે કે સિવિલ વેકેશન દરમિયાન પણ કોર્ટનો સમય સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધીનો કરવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ કોર્ટ સંકુલમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. ગરમીના કારણે કોઈ પક્ષકાર, વકીલ, કોર્ટ સ્ટાફ કે ન્યાયાધીશની તબિયત અચાનક બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કોર્ટ કમ્પાઉન્ડમાં કાયમી ધોરણે 108 એમ્બ્યુલન્સની સુવિધા ઉભી કરવા માંગ કરવામાં આવી છે. ને તેની સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરી કાયમી ધોરણે ડોક્ટરની નિમણૂક કરવા પણ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીને વિનંતી કરવા હાઈકોર્ટને જાણ કરી છે. ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ બાર એસોસિએશનના બાર રૂમ, લાઈબ્રેરી તેમજ તાબાની અન્ય કોર્ટોના બાર રૂમોમાં એર કન્ડિશનની સુવિધા પૂરી પાડવા પણ પ્રમુખ સુમિત વોરાએ માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Now he’s not there’: Hema Malini’s heartbreaking tribute to Dharmendra goes viral; expert on how to handle such a loss
    Next Article
    અકસ્માત સમયે મદદ કરનારને તાત્કાલિક મુક્ત કરાશે:વિદ્યાર્થીઓને ફર્સ્ટ-એઇડ ને CPRની ટ્રેનિંગ અપાશે, રોડ એક્સિડન્ટમાં મૃત્યુદર ઘટાડવા નવી ગાઇડલાઇન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment