Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાણા ગામે તીનપત્તીનો જુગાર રમતા 8 ઝડપાયા:શેઠવડાળા પોલીસે બાવળના ઝાડ નીચેથી રૂ.10,200 રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા

    1 day ago

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામે શેઠવડાળા પોલીસે તીનપત્તીનો જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે બાવળના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સમાણા ગામથી ખટીયા ગામ તરફ જતા રસ્તે વીરાભાઈ કરમુરની ક્રિષ્ના ફાર્મ વાડી બહાર બાવળના ઝાડ નીચે જુગાર રમાતો હતો. દરોડા દરમિયાન સંજયભાઈ મકવાણા, કુંજનભાઈ ભાયાણી, મામૈયાભાઈ સુમાયત, મુળુભાઈ સુમાયત, શામળાભાઈ વીજાણી, સુખરાજભાઈ રવસી, શૈલેસભાઈ વસુનીયા અને ફકરૂભાઈ વસુનીયાને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી અને જુગારના પટમાંથી કુલ રૂ.10,200 રોકડા અને ગંજીપત્તાના 52 પાના કબજે કર્યા હતા. આ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- રશિયાની મદદથી ઈરાને ખતરનાક સુપરસોનિક મિસાઈલ બનાવી:3 વર્ષ લાગ્યા, અમેરિકી જહાજો પર હુમલામાં ઉપયોગ થશે
    Next Article
    સુરતમાં હોટફિક્સનો કચરો ફેંકવા બાબતે રાજકીય વિવાદ:વોર્ડ નં. 17માં રિક્ષા ઝડપાતા ભાજપ અગ્રણી ભરત ગલાણીનો આપ સામે ષડયંત્રનો આક્ષેપ, પોલીસ ફરિયાદ દાખલ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment