Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ, અતિશય રક્તસ્રાવથી મોત:ગંભીર ઘટના છતાં હોસ્પિટલે પોલીસને જાણ ન કરી; આરોપીના પરિવારે પીડિતાના ઘરે જઈ ધમકી આપી

    21 hours ago

    ગાંધીનગરના કલોલ તાલુકાની 17 વર્ષની સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્માએ અજાણ્યા ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરતા સગીરાનું મોત થયું છે. પ્રેમીના અત્યાચારના કારણે ગુપ્ત ભાગેથી અતિશય રક્તસ્રાવ થતાં સગીરાના આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ચાર હોસ્પિટલ બદલ્યા બાદ પણ ત્રણ દિવસથી બેભાન હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સગીરાનું મોત નીપજ્યું છે. આ મામલે પેથાપુર પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. PI અંકુર દેસાઈએ કહ્યું કે, આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયો છે. પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટના સેકટર 16ના એક ગેસ્ટ હાઉસમાં બની હોવાનું સામે આવ્યું છે. ફોરેન્સિક ટીમને સાથે રાખીને પેનલથી પોસ્ટમોટમ કરવામાં આવી રહ્યું છે. પરિવારે આખી રાત દીકરીને શોધી, સવારે આરોપીના પિતા માણસો સાથે ઘરે પહોંચ્યાં મૃતક સગીરાના માતા-પિતા, માસીએ આક્રોશ સાથે જણાવ્યું કે, અમારી દીકરીની સગાઈ દોઢ વર્ષ અગાઉ થઈ ચૂકી હતી. છઠ્ઠી તારીખે દીકરી કોલેજ ગઈ હતી. બપોરે એક વાગ્યે તેની સાથે વાતચીત થતા તે સરખેજ માસીના ઘરે જવાની હતી, પરંતુ સાત વાગ્યા સુધી તે પહોંચી ન હતી. અમે આખીરાત તેને શોધવામાં કાઢી હતી. બીજા દિવસે સવારના 5:30 વાગ્યે આરોપી દિશાંત ઉર્ફે દીપના પિતા ભરતભાઈ 10થી 12 લોકોને લઈને અમારા ઘરે આવ્યા હતા અને દીકરીને દિશાંત સાથે પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો હતો. ગંભીર ઘટના છતાં હોસ્પિટલે પોલીસને જાણ ન કરી વધુમાં તેઓએ કહ્યું કે, દીકરીને આચંકી આવી હોવાથી સરગાસણ પગરવ હોસ્પિટલમાં દાખલ કરી છે. બાદમાં અમે ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે, દીકરી-જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યાં સુધીમાં તો ભરતભાઈ (આરોપીના પિતા) સહિતના લોકો ત્યાંથી રવાના થઈ ગયા હતા. આટલો ગંભીર બનાવ બન્યો છતાં પગરવ હોસ્પિટલે પણ અમારા પહોંચ્યા પછી પોલીસને જાણ કરી હતી. આમાં હોસ્પિટલની પણ ગંભીર બેદરકારી છે. હોસ્પિટલમાંથી જ જાણવા મળ્યું કે, ભરતભાઈએ મારી દીકરીના વાલી બનીને એડમિટ કરાવી હતી. પૈસાની ઓફર સાથે પરિવારને મારી નાખવાની ધમકી વધુમાં પીડિતાના પિતાએ કહ્યું કે, આરોપીના પિતાએ સમાધાન કરવા અને કેસને દબાવવા પૈસાની પણ ઓફર કરી હતી, પણ અમારે પૈસા નહીં પણ ન્યાય જોઈએ છે. જ્યારે પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરીને પ્રવાહી પીવડાવીને દીપ લઈ ગયો હતો. ઘટનાબાદ પેથાપુરથી આવેલા 10થી 12 લોકોએ અમને ઘરે આવીને ધમકી આપી હતી કે, તમે જો પોલીસ કેસ કરશો તો તમારા ઘરમાંથી લોકોને મારી નાખીશ. મારી દીકરીનું બેગ, સોનાની ચેઈન, મોબાઈલ કે તેના કપડા પણ મારી પાસે નથી. સગીરાના પિતાએ બહેન સાથેના સંબંધનો તોડ્યાં પીડિતાની ફોઇના સાસરી પક્ષના લોકો કુટુંબી થતાં હોવાનો લાભ ઉઠાવીને આરોપીએ સગીરાને ફોસલાવીને અપહરણ કરીને સેક્ટર 16ના ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બનતા સગીરાના પિતાએ પોતાની સગી બહેન-બનેવી સાથે સંબધોનો અંત લાવી દીધો છે. શું છે સમગ્ર મામલો? ગત 6 ઓગસ્ટના રોજ સગીરા કોલેજ જવા નીકળી હતી અને ત્યાંથી માસીના ઘરે જવાની હતી, પરંતુ આરોપી દિશાંત પથિકાશ્રમથી તેને બાઇક પર બેસાડીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. અહીં બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા સગીરાને ગંભીર રક્તસ્રાવ શરૂ થયો હતો. સ્થિતિ બિગડતાં અને સગીરા બેભાન થતાં આરોપીએ પોતાના પિતા ભરતભાઈને જાણ કરી હતી. ત્યારબાદ બાપ-દીકરો સગીરાને રાંધેજા અને ત્યારબાદ પગરવ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પિતાએ સગીરાને પોતાની દીકરી ગણાવી દાખલ કરાવી હતી. જોકે, મોડીસાંજ સુધી સગીરા તેની માસીના ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બીજા દિવસે (7 ઓગસ્ટ) સ્થિતિ વધુ વણસતાં આખરે સગીરાના પરિવારને જાણ કરી આરોપી દિશાંત ફરાર થઈ ગયો હતો. બાદમાં પીડિતાને વધુ સારવાર અર્થે એડવાન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ હતી, જ્યાં તેનું 8 ઓગસ્ટની મોડીરાતે મોત નીપજ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ફુકેટ-દિલ્હી એર ઇન્ડિયાનો પાયલટ નશામાં હોવાનો દાવો:ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો; ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં 137 મુસાફરો ફસાયા હતા, 17 લોકો ઘાયલ થયા હતા
    Next Article
    રૂમનો દરવાજો તોડ્યોને રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા:ફરજ પર હાજર ન થતા સાથીઓને શંકા થઈ હતી, મોડાસાના હર્ષ પંડ્યાનો સુરત સિવિલની હોસ્ટેલમાં આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment