Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ધારણોજમાં પશુઓને માર મારી ડબ્બામાં પુરી દીધા:8 થી 10 અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસમાં અરજી

    8 hours ago

    પાટણના ધારણોજ ગામમાં પશુઓને માર મારી ડબ્બામાં પુરી દેવા મામલે પોલીસમાં અરજી કરાઈ છે. ચંદ્રુમાણા વિસ્તારના પાર્થ મહીપત વ્યાસે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અરજી આપી છે. તેમણે 8 થી 10 અજાણ્યા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, 19 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે લગભગ 5:30 વાગ્યે ધારણોજ ગામમાંથી એક ગૌસેવકનો ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે, કેટલાક લોકો ગાયો અને ભેંસોને માર મારી રહ્યા છે. આ માહિતી મળતા જ ગૌરક્ષકો ધારણોજ ગામ પહોંચ્યા. ત્યાં તેમણે તપાસ કરી અને સ્થાનિકો સાથે વાત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, અજાણ્યા લોકોએ 3 થી 4 ગાયો અને 3 થી 4 ભેંસોને માર મારીને ગામના એક ડબ્બામાં પુરી દીધા હતા. માર મારવાના કારણે પશુઓને ઈજા પણ થઈ હતી. પાર્થ વ્યાસે આ ઘટનામાં પશુઓને માર મારનારા 8 થી 10 અજાણ્યા લોકો સામે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
    Click here to Read More
    Previous Article
    શખસે 3 લોકો પર છરીથી હુમલો કર્યો, CCTV:કુંભારવાડામાં ઘર પાસે ગાળો બોલાવાની ના પાડતા ઉશ્કેરાઈને આતંક મચાવ્યો, બે શખસ સામે ફરિયાદ
    Next Article
    In Pune Murder, Garland Photo Hints At Secret Marriage At Rajasthan Temple

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment