Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પૂર્વ શાસકોની નીતિ વર્તમાન બોડીએ દોહરાવી:ડે.સેક્રેટરી ધવલ જેસડીયા કમિશ્નર હવાલે થશે, સફારી પાર્કમાં 7.94 કરોડના ખર્ચ સહિત 25 દરખાસ્તનો આવતીકાલે નિર્ણય

    9 hours ago

    રાજકોટ મહાપાલિકામાં ભાજપના શાસકોએ રાજકીય ખેલ પાડીને ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયાને કમિશનર હવાલે કરવા અને તેમની જગ્યાએ એચ.જી. મોલીયાને ચાર્જ સોંપવા દરખાસ્ત મૂકી છે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં આ દરખાસ્ત સહિત કુલ 25 મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. જેમાં પ્રદ્યુમ્ન પાર્ક પાસે લાયન સફારી પાર્કના કામમાં રૂ. 7.94 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવાનો પ્રસ્તાવ ચર્ચાસ્પદ બન્યો છે. આ ઉપરાંત ગાર્ડન્સ જાળવણી, નવી પાઈપલાઈન, 'હર ઘર તિરંગા'ના રૂ. 9 લાખના ખર્ચ અને સ્નાનાગારના જીમ સંચાલન જેવા વિવિધ વહીવટી કામો પર બેઠકમાં મંજૂરીની મહોર લાગશે. શાસકોએ ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીનો ખેલ પાડ્યો! રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીઓ બાદ ભાજપના નવા પદાધિકારીઓએ મનપાની સત્તા સંભાળ્યા પછી વહીવટી અને રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સમયાંતરે અધિકારીઓ બદલાતા રાજકારણનો ભોગ બનતા હોય છે. જુના શાસકોના સમયમાં સેક્રેટરી શાખામાં જે રીતે રાજકીય ખેલ ખેલાયો હતો, તેવી જ રમત ફરી એકવાર રમવામાં આવી રહી છે. પૂર્વ શાસકોએ સેક્રેટરી હરેશ રૂપારેલીયાને જે રીતે કમિશ્નર હવાલે કર્યા હતા, તે જ રીતે વર્તમાન શાસકોએ ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયાને કમિશનર હવાલે કરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ અંગેની દરખાસ્ત આવતીકાલની સ્ટેન્ડિંગમાં મુકવામાં આવી છે. જેને લઈ મનપાના વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને પૂર્વ તથા વર્તમાન શાસકો વચ્ચેની આંતરિક ખેંચતાણ ફરી એકવાર સપાટી પર આવી ગઈ છે. આવતીકાલે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકમાં મુકાયેલી દરખાસ્ત અનુસાર, ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયાને 'જાહેર સેવાના હિતાર્થે' તેમજ 'વહીવટી સરળતા ખાતર' મ્યુનિસિપલ કમિશનરના તાબા હેઠળની શાખામાં પરત મોકલવાની કવાયત હાથ ધરાઈ છે. અધિકારીઓ શાસકોના આંતરિક રાજકારણમાં પ્યાદા બન્યા આ દરખાસ્તમાં તેમની જગ્યાએ ડેપ્યુટી સેક્રેટરીનો ચાર્જ એચ.જી. મોલીયાને સોંપવાની ભલામણ સેક્રેટરી દ્વારા કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત મંજૂર થતાં જ ધવલ જેસડીયા વહીવટી પાંખમાં ટ્રાન્સફર થશે અને કમિશનર દ્વારા તેમને કોઈ અન્ય નવી જવાબદારી સોંપવામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ હરેશ રૂપારેલીયાને આ જ રીતે કમિશનર હવાલે કરાતાં તેઓને ઈસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ કમિશનરનો ચાર્જ સોંપાયો હતો, પરંતુ નવી બોડી આવતા જ તેમને મૂળ પદ પર પુનઃસ્થાપિત કરાયા હતા. હવે ફરી એકવાર અધિકારીઓ શાસકોના આંતરિક રાજકારણમાં પ્યાદા બની રહ્યા છે. લાયન સફારી પાર્કનો 7.94 કરોડનો વધારાનો ખર્ચ સહિત 25 દરખાસ્તો પર નિર્ણય આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 25 જેટલી વિવિધ દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવનાર છે. જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ પાસે આકાર લઈ રહેલા લાયન સફારી પાર્કમાં રૂ. 7.94 કરોડના વધારાના ખર્ચનો છે. સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા તેમજ વિઝિટર એમેનિટીઝ ઊભી કરવા માટે અગાઉ શ્રીજી કૃપા પ્રોજેક્ટ લિમિટેડને રૂ. 16.66 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે તેમાં વધારાનું કામ દર્શાવીને કુલ ખર્ચ રૂ. 24.61 કરોડ સુધી પહોંચાડવાની રીવાઈઝ્ડ દરખાસ્ત રજૂ કરાઈ છે. શાસકોની કરકસરની નીતિ વચ્ચે આટલો મોટો વધારાનો ખર્ચ સામે આવતા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્લાન અને એસ્ટીમેટ મંજૂર થઈ ગયા બાદ કામ ચાલુ થતાં જ નવો ખર્ચ કેમ ઊભો થાય છે અને અધિકારીઓ અગાઉથી યોગ્ય આયોજન કેમ કરતા નથી તેવા સવાલો ઊઠ્યા છે. આથી, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની સૂચનાથી હવે ભવિષ્યમાં આવા વધારાના ખર્ચ માટે જે તે વિભાગના વડા અને પ્રોજેક્ટ ઈન્ચાર્જની લેખિત જવાબદારી નક્કી કરવાની તેમજ કારણોની સ્પષ્ટતા સાથેની વિગતો આપવાની નીતિ નક્કી કરવામાં આવી રહી છે. ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે ખાનગીકરણ આ ઉપરાંત, કાલની બેઠકમાં શહરમાં વિકસી રહેલા નવા વિસ્તારો માટે સ્ટ્રીટ લાઈટ આપવાની હયાત નીતિમાં સુધારો કરવાની મહત્વપૂર્ણ દરખાસ્ત પણ લાવવામાં આવી છે. અન્ય દરખાસ્તોમાં સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના વિવિધ ગાર્ડન્સની જાળવણી માટે અનુક્રમે રૂ. 1.29 કરોડ અને રૂ. 86 લાખના કોન્ટ્રાક્ટ આપવા, તેમજ સેન્ટ્રલ ઝોન-2 માં રૂ. 53 લાખના ખર્ચે ગાર્ડન જાળવણીનું કામ આપવાનો પ્રસ્તાવ છે. તે ઉપરાંત, પમ્પિંગ સ્ટેશનની જાળવણી, પુનિતનગરથી વાવડી સુધી રૂ. 2.41 કરોડના ખર્ચે DI પાઈપલાઈન નાખવી, વોર્ડ નંબર 6 માં ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે ખાનગીકરણ કરવું અને રૂ. 96 લાખના ખર્ચે એસીની ખરીદી તેમજ મેન્ટેનન્સ કરવાના કામોનો સમાવેશ થાય છે. 2.44 કરોડના ખર્ચે પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક તથા આંગણવાડીઓ બનશે લાઈટિંગ વિભાગ અંતર્ગત સેન્ટ્રલ અને ગાર્ડન લાઈટિંગ કામગીરી માટે રૂ. 5.72 કરોડનો કોન્ટ્રાક્ટ મેસર્સ હિન્દુસ્તાન ઈલેક્ટ્રિક કોર્પોરેશનને આપવા વિચારણા થશે. શહેરમાં યોજાયેલા 'હર ઘર તિરંગા' અભિયાનમાં થયેલા રૂ. 9 લાખના ખર્ચને મંજૂરી અર્થે મૂકાયો છે. રેસકોર્સના મેદાનો અને સ્વિમિંગ પૂલ ખાતે હાઉસકીપિંગ તેમજ સફાઈ કામગીરીના કોન્ટ્રાક્ટ અને ઈસ્ટ ઝોનના વોર્ડ નંબર 18-અ માં સફાઈ એજન્સીની મુદત વધારવા અંગે નિર્ણય લેવાશે. વેસ્ટ ઝોનમાં રૂ. 2.44 કરોડના ખર્ચે પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક તથા આંગણવાડીઓ બનાવવા કનક બિલ્ડર્સને કામ આપવાની દરખાસ્ત છે. સાથે જ કાલાવડ રોડ અને પેડક રોડ પરના સ્નાનાગાર ખાતેના જીમનું સંચાલન પુનઃ 'કેન્સ જીમ'ને સોંપી મનપા માટે વાર્ષિક રૂ. 6.50 લાખની આવક મેળવવાનો પ્રસ્તાવ પણ રજૂ થશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા જિલ્લામાં 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી:વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સાક્ષરતા અંગે જનજાગૃતિ ફેલાવતી પ્રવૃત્તિઓ યોજાઈ
    Next Article
    ट्रेनिंग से लेकर नौकरी की ऐसी हालत क्यों है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment