Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં નળ કનેક્શન કાપવાનું શરૂ થતા વૃદ્ધ ખાડામાં સૂઈ ગયાં:792 આવાસને ખાલી કરાવવા મનપાના આખરી હથિયારથી સ્થાનિકોનો વિરોધ; મેયરે શરતે દિવાળી સુધીનો સમય આપ્યો

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.10માં શહિદ ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 792 ભયજનક આવાસો ખાલી કરાવવા નોટિસ આપ્યા બાદ આજે (22 જૂન સવારે નળ જોડાણ કાપવાનું શરૂ કરાતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો હતો. નળ કનેક્શન કપાવાના ડરે એક વૃદ્ધ તો ખાડામાં સૂઈ ગયા હતા. દરમિયાન સ્થાનિકોનું ટોળું મનપા કચેરી ખાતે પહોંચ્યું હતું અને મેયરને રજૂઆત કરી હતી. મેયરે જર્જરિત ક્વાર્ટરના રિપેરિંગ માટે દિવાળી સુધીનો સમય આપ્યો અને સાથે એમ પણ કહ્યું કે, જો આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો તેની જવાબદારી જે તે મકાન ધારકની જ રહેશે. જર્જરીત મકાનને કારણે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી રહીશોની રહેશે ગોકુલનગર હાઉસિંગ સોસાયટીના પ્રમુખ જયેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, આવાસોના નળ અને વીજ જોડાણ કાપવાની કામગીરી શરૂ થતાં જ તમામ ક્વાર્ટર ધારકો મેયરને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. મેયરનો અમને ખૂબ જ સારો અને સંતોષકારક પ્રતિભાવ મળ્યો જે બદલ મેયરનો આભાર માનીએ છીએ. અમારે ત્યાં અમુક જર્જરિત ક્વાર્ટર છે, જેનું રિપેરિંગ કરવા માટે સમય આપવાની અમારી માંગણી હતી, જેથી અત્યારે અમને 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અમારા નળ કે વીજ જોડાણ નહીં કપાય. જે માટે અમને એવું કહ્યું કે, કોઈ જાનહાની થશે તો કોર્પોરેશન ન જવાબદારી નહીં રહે, પરંતુ અમારી જવાબદારી રહેશે તેવું લેખિતમાં આપવા માટે જણાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અમારે ત્યાં નળ જોડાણ કાપવાનું ચાલુ હતું, ત્યારે એક રહેવાસી વૃદ્ધ ખાડામાં સૂઈ ગયા હતા. જોકે, હવે મેયર દ્વારા કહેવામાં આવ્યું છે કે, નળ જોડાણ કાપવાનું રોકાવી દઉં છું. મેયરના આદેશ બાદ હાલમાં નળ જોડાણ કાપવાની કામગીરી તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે. ‘ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તે માટે નિર્ણય, પણ જવાબદારી મકાન ધારકોની રહેશે’ આ મામલે મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું કે, સવારે કનેક્શન કાપવા અંગે સ્થાનિકોના ફોન આવ્યા બાદ ચૂંટાયેલી પાંખ તરીકે લોકોની મુશ્કેલીને ધ્યાને રાખી તુરંત જ કાર્યવાહી અટકાવવાનો આદેશ કરાયો છે. ચોમાસાની ઋતુમાં આ પ્રકારે નળ કનેક્શન કાપવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે. આ પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની હોવાથી કોર્પોરેશનને તેના સ્ટ્રક્ચર સાથે સીધી કોઈ લેવાદેવા નથી, પરંતુ નબળા બાંધકામને કારણે કોઈ નાગરિકનો જીવ ન જોખમાય તેની તકેદારી રાખવી અનિવાર્ય છે. આથી સ્થાનિકો પાસે કાયદેસરનું એફિડેવિટ માંગવામાં આવ્યું છે કે કોઈ પણ જાનહાનિ માટે મનપા જવાબદાર રહેશે નહીં. સ્થાનિકોની માંગણી મુજબ દિવાળી સુધીનો સમય રિપેરિંગ માટે મંજૂર કરાયો છે અને હવે આગળની કોઈ પણ કાર્યવાહી દિવાળી બાદ જ હાથ ધરાશે. 2015થી અપાતી હતી નોટિસો; સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં ક્વાર્ટર્સ રહેવા માટે અયોગ્ય નોંધનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આ 792 ક્વાર્ટર્સના આસામીઓને વર્ષ 2015થી વિવિધ તબક્કે કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી રહી છે અને ત્યાં ભયજનક મિલકતના બોર્ડ પણ લગાવાયા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડને વારંવાર જાણ કરવા છતાં તેમના દ્વારા ક્વાર્ટર ખાલી કરાવવાની કોઈ તજવીજ કરાતી ન હોવાથી મનપાએ આ કડક પગલું ભરવું પડ્યું હતું. ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર આ તમામ ક્વાર્ટર માનવ વસવાટ માટે તદ્દન અયોગ્ય અને જોખમી સાબિત થયા છે. ચોમાસામાં ભારે વરસાદ કે પવનના કારણે આ જર્જરિત બાંધકામ ધરાશાયી થવાની અને મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી હોવાથી જ આખરી નોટિસ આપી નળ-વીજળી કાપવાનું આયોજન કરાયું હતું, જે હવે 4 મહિના માટે મોકૂફ રહેશે.
    Click here to Read More
    Previous Article
    'માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેશિયો 16.9%, જ્યારે સેકન્ડરીએ 20%':શાળા પ્રવેશોત્સવ પહેલા AAPનો પ્રહાર, વધતા ડ્રોપઆઉટ દર પર ઉઠાવ્યા સવાલ
    Next Article
    વરસાદ ખેંચાતા જળસંકટ ઘેરાયું, 206 જળાશયોમાં માત્ર 36% પાણી:રાજ્યમાં ગયા વર્ષ કરતાં 4.44% ઓછો સંગ્રહ, 126 ડેમ 25%થી પણ ઓછા ભરાયેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment