Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેશિયો 16.9%, જ્યારે સેકન્ડરીએ 20%':શાળા પ્રવેશોત્સવ પહેલા AAPનો પ્રહાર, વધતા ડ્રોપઆઉટ દર પર ઉઠાવ્યા સવાલ

    1 day ago

    ગુજરાત સરકાર દ્વારા 23થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રવક્તા ડો. કરન બારોટે રાજ્યમાં વધતા ડ્રોપઆઉટ રેશિયો અને શિક્ષણની ગુણવત્તાને લઈને સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. બારોટે કહ્યુ- એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને ડ્રોપઆઉટ દર વધી રહ્યો છે. શિક્ષણનું બજેટ વધવા છતાં વિદ્યાર્થીઓને જે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ તે મળી રહ્યું નથી. માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેશિયો 16.9%, જ્યારે સેકન્ડરીએ 20% છે. 'ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે કે નહીં તેની દેખરેખ સરકાર રાખતી નથી' આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રવક્તા ડો. કરન બારોટે જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર એક દિવસના કાર્યક્રમ સુધી સીમિત બની ગયો છે. ધોરણ-1માં બાળકોના પ્રવેશ સમયે ફોટા, વીડિયો અને રીલ્સ બનાવીને પ્રચાર કરવામાં આવે છે, પરંતુ એ જ બાળકો ધોરણ-10 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે કે નહીં તેની દેખરેખ સરકાર રાખતી નથી. 'માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેશિયો 16.9%, જ્યારે સેકન્ડરીએ 20%' વધુમાં તેઓએ જણાવ્યું કે, શિક્ષણમાં માત્ર પ્રવેશ અપાવવો પૂરતો નથી. શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા, પૂરતા વર્ગખંડ, સ્વચ્છ શૌચાલય, વિદ્યાર્થીઓની નિયમિત હાજરી અને શિક્ષણની ગુણવત્તા જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે રાજ્યમાં વધતા ડ્રોપઆઉટ દર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેશિયો 16.9 ટકા છે, જ્યારે સેકન્ડરી કક્ષાએ તે 20 ટકા સુધી પહોંચી ગયો છે. આદિવાસી વિસ્તારોમાં આ આંકડો 20 ટકાથી પણ વધુ હોવાનું તેમણે જણાવ્યું. 'વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને રોજગારી અને મજૂરી તરફ વળી રહ્યા છે' AAPના મુખ્ય પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે, વર્ષોથી સરકાર સત્તામાં હોવા છતાં આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના અનેક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. ધોરણ 9 અને 10 પછી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને રોજગારી અને મજૂરી તરફ વળી રહ્યા હોવાનું તેમણે કહ્યું. ડો. કરન બારોટે સરકારની જ્ઞાન શક્તિ, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ યોજનાઓનો વાસ્તવિક લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે કે નહીં તેની સરકાર દ્વારા સમીક્ષા થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    UPમાં સુરતના તક્ષશીલા જેવી ઘટના, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ:અનેક દાઝ્યા; બાળકો જીવ બચાવવા પહેલા માળેથી કૂદ્યા, એક લોખંડની ગ્રીલ પર પડ્યો
    Next Article
    રાજકોટમાં નળ કનેક્શન કાપવાનું શરૂ થતા વૃદ્ધ ખાડામાં સૂઈ ગયાં:792 આવાસને ખાલી કરાવવા મનપાના આખરી હથિયારથી સ્થાનિકોનો વિરોધ; મેયરે શરતે દિવાળી સુધીનો સમય આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment