Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર્જરિત ક્વાર્ટરના નળ જોડાણ કપાતા વૃધ્ધ ખાડામાં સૂઈ ગયા:રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 792 આવાસ ભયજનક, સ્થાનિકોની રજૂઆત આવતા મેયરે દિવાળી સુધીનો સમય આપ્યો

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.10માં શહિદ ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 792 ભયજનક આવાસો ખાલી કરાવવા અંતિમ હથિયારરૂપે નોટિસ આપ્યા બાદ આજે 22 જૂનના સવારે નળ જોડાણ કાપવાનું શરૂ કરાતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો હતો અને એક વૃદ્ધ તો ખાડામાં સૂઈ ગયા હતા. દરમિયાન સ્થાનિકોનું ટોળું મનપા કચેરી ખાતે પહોંચ્યું હતું અને મેયરને રજૂઆત કરવામાં આવી હતી. જેથી મેયરે જર્જરિત ક્વાર્ટરના રીપેરીંગ માટે દિવાળી સુધીનો સમય આપ્યો અને સાથે એમ પણ કહ્યું કે જો આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો તેની જવાબદારી જે તે મકાન ધારકની રહેશે. મારું નામ જયેન્દ્રસિંહ ચાવડા છે અને અમારા ગોકુલનગર હાઉસિંગ સોસાયટીના પ્રમુખ તરીકે જણાવું છું કે આજે અમે તમામ સોસાયટીના ક્વાર્ટર ધારકો મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા. મેયરનો અમને ખૂબ જ સારો અને સંતોષકારક રીપ્લાય મળ્યો જે બદલ મેયરનો આભાર માનીએ છીએ. અમારે ત્યાં અમુક જર્જરિત ક્વાર્ટર છે. જેનું રીપેરીંગ કરવા માટે સમય આપવાની અમારી માંગણી હતી. જેથી અત્યારે અમને ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અમારા નળ કે વીજ જોડાણ નહીં કપાય. જે માટે અમને એવું કહ્યું કે અને કોઈ જાનહાની થશે તો કોર્પોરેશન ન જવાબદારી નહીં રહે પરંતુ અમારી જવાબદારી રહેશે તેવું લેખિતમા આપવા માટે જણાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અમારે ત્યાં નળ જોડાણ કાપવાનું ચાલુ હતું ત્યારે તેના એક રહેવાસી વૃધ્ધ ખાડામાં સૂઈ ગયા હતા. જોકે હવે મેયર દ્વારા કહેવામાં આવ્યું છે કે નળ જોડાણ કાપવાનું રોકાવી દઉં છું. જ્યાં કોઈ જાનહાની થશે તો રહેવાસીની જવાબદારી રહેશે. આ સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હોવાથી તેમની પણ જવાબદારી ગણાય. જ્યારે મેયર ડૉ. નેહલ શુક્લે આ મામલે જણાવ્યું હતું કે, સવારે મને ત્યાંથી ફોન આવ્યો હતો કે અમારા નળ જોડાણ કાપવામાં આવી રહ્યા છે. સ્વભાવિક રીતે ચૂંટાયેલી પાંખને આ પ્રકારની કાર્યવાહી થવાની હતી. ચોમાસામાં આ રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય. જેથી તુરંત કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે. આ પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે કોર્પોરેશનને સ્ટ્રક્ચર કે પ્રોપર્ટી સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ નબળા બાંધકામના કારણે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી લેવી જરૂરી છે. જેથી સ્થાનિકો પાસે એફિડેવિટ માગવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની જાનહાની થશે તો જવાબદારી જે તે મકાન ધારકની રહેશે. કોર્પોરેશન ન જવાબદારી રહેશે નહીં. સ્થાનિકોએ દિવાળી સુધીનો ચાર મહિનાનો સમય માગ્યો હતો જે રીપેરીંગ માટે આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.10 માં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ (જીએચબી)ના 792 જેટલાં ક્વાર્ટર્સ અત્યંત જર્જરિત તથા ભયગ્રસ્ત હાલતમાં છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત રહેવાસીઓ/આસામીઓને 2015થી વિવિધ તબક્કે કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી છે તેમજ સ્થળ પર ભયગ્રસ્ત મિલક્ત અંગેના ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ આ બાબતે અવારનવાર જાણ કરવામાં આવી હોવા છતાં બોર્ડ દ્વારા ક્વાર્ટર ખાલી કરાવવા માટે કોઇ કામગીરી કરવામાં આવતી નથી આથી મહાનગરપાલિકા દ્વારા આ કવાર્ટર ખાલી કરાવવા માટે નળ જોડાણ અને વીજ જોડાણ કાપવાની આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ ક્વાર્ટર્સ અંગે કરવામાં આવેલ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ હાઉસિંગ બોર્ડના આ કવાર્ટર માનવ વસવાટ માટે અયોગ્ય તથા જોખમી હાલતમાં હોવાનું નોંધાયું છે. ચોમાસાની ઋતુ નજીક હોય અને ભારે વરસાદ, પવન કે અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન જાનમાલને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આથી આ ભયગ્રસ્ત ક્વાર્ટર્સ ખાલી કરાવવા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નળ જોડાણ તેમજ વીજ પુરવઠો બંધ કાપવાની આખરી નોટિસ આપવામાં આવી હતી. જોકે હવે દિવાળી બાદ આ કાર્યવાહી થશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 77,300 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઉછાળો; IT અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધુ ખરીદી
    Next Article
    અમરેલી LCBએ ત્રણ વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:ડુંગર પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ કેસમાં કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment