Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢમાં ખનીજ રોયલ્ટી કૌભાંડ પકડાયું:કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 78.80 લાખના મુદ્દામાલ સાથે 774 ગેરકાયદેસર પાસ જપ્ત

    13 hours ago

    ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગુગલીયાણા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ખનીજ રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ગુગલીયાણા ખાતેથી ગેરકાયદેસર કોલસાના વેચાણને કાયદેસર દર્શાવવા માટે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા. દરોડા દરમિયાન, ઓફિસમાંથી કુલ 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ મળી આવ્યા હતા, જે તમામ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ રોયલ્ટી પાસ સ્વર્ગસ્થ હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે થાનગઢમાં સર્વે નંબર 209 પૈકીમાં આવેલી લીઝના કાઢવામાં આવતા હતા. મહત્વપૂર્ણ છે કે હસમુખભાઈનું પાંચ વર્ષ પહેલાં, એટલે કે 2021માં અવસાન થયું હોવા છતાં, કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના નામવાળી લીઝ પર રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આ રીતે ગેરકાયદેસર કોલસાને કાયદેસર સ્વરૂપ આપવામાં આવતું હતું. વધુમાં, એવી પણ માહિતી મળી છે કે સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરીયા અને ચિત્રલાંક જેવા ગામોમાંથી ગેરકાયદેસર કુવામાંથી કોલસાનું ખનન કરવામાં આવતું હતું. આ ગેરકાયદેસર કોલસાને કાયદેસર બનાવવા માટે ઉપરોક્ત રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો. આ સમગ્ર રેકેટ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિકો કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ દ્વારા આ ઓફિસમાંથી ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી એક જેસીબી, એક લોડર મશીન, ચાર ચારણા, એક ક્રશર પ્લાન્ટ, એક વજન કાંટો અને 200 મેટ્રિક ટન કાર્બોસેલ સહિતની મશીનરી અને મુદ્દામાલ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 78,80,000 (અઠ્યોતેર લાખ એંસી હજાર) આંકવામાં આવી છે. આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી:3 એપ્રિલ સુધી માવઠું થશે, વાદળછાયા વાતાવરણથી ગરમીમાં થોડી રાહત મળશે
    Next Article
    બે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત:ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈક ચાલકે કારને ટક્કર મારી, સયાજીગંજમાં બાઇક સ્લીપ ખાઇ જતા યુવક ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment