Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેર સ્ટાઈલ બગડવાના ડરે 78% યુવાનો હેલમેટ પહેરતા નથી:17% યુવાનોએ સ્વીકાર્યું-વાહન ચલાવતી વખતે સોશિયલ મીડિયા વાપરે છે

    16 hours ago

    શહેરની આર. જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભૌતિક દવે, નિકુંજ વાઘેલા અને જુનૈદ ખોખરે 18થી 35 વર્ષના 800 યુવાનો પર ટ્રાફિક સેન્સ અંગે એક રસપ્રદ સર્વે કર્યો છે. માર્ચ મહિનામાં થયેલા આ સર્વેમાં સામે આવ્યું છે કે યુવાનો ટ્રાફિકના નિયમો જાણે છે, પણ પાળવામાં આળસ અને ‘દેખાવ’ને વધુ મહત્વ આપે છે. સરવેમાં સૌથી મોટો વિરોધાભાસ એ જોવા મળ્યો કે 80% યુવાનો દાવો કરે છે કે તેઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે છે, પરંતુ તેની સામે 98% યુવાનોએ સ્વીકાર્યું કે તેઓ નિયમ તોડવા બદલ પોલીસને દંડ ભરી ચૂક્યા છે. ડ્રાઈવિંગ પ્રોફાઇલ: કોણ કેવાં વાહનનો ઉપયોગ કરે છે? 12% યુવાનોએ કહ્યું, વાહન ચલાવતા મેસેજ ટાઈપ કરે છે વાહન ચલાવતી વખતે યુવાનો માત્ર વાતચીત જ નથી કરતા, પણ ડિજિટલ દુનિયામાં પણ વ્યસ્ત રહે છે. 17 ટકા યુવાનોએ સ્વીકાર્યું કે, તેઓ ચાલુ વાહને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા વાપરે છે, જ્યારે 12 ટકા યુવાનો મેસેજ ટાઇપ કરે છે. ઉપરાંત 34 ટકા લોકો રસ્તો શોધવા જીપીએસનો સહારો લે છે અને 20 ટકા ફોન પર વાતો કરે છે. જ્યારે 10 ટકા યુવાનો જે તે સ્થળે પહોંચવામાં પૂરઝડપે વાહન ચલાવે છે. 13 ટકા યુવાનો તેવી ઉતાવળમાં પણ સ્પીડ મર્યાદા ઓળંગતા નથી. 68 ટકાએ કહ્યું હેલમેટ પહેરવાથી વાળ ઉતરે છે
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:જૈન પાઠશાળામાં નિયમિત ન આવી શકતાં બાળકો માટે `લર્ન ફ્રોમ હોમ’ની યોજના શરૂ
    Next Article
    ભાસ્કર યુટિલિટી:90 સ્ટાફ નર્સની ભરતી માટે 13મી સુધી મુદ્દત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment