Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના ગામડાંઓ બનશે આધુનિક:ગ્રામ વિકાસના બજેટમાં 779 કરોડનો માતબર વધારો, મનરેગામાં હવે 125 દિવસની રોજગારી અને લખપતિ દીદીઓ માટે ગ્રામ હાટ બનશે

    16 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ગ્રામ વિકાસ વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું 5,479 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષના 4,700 કરોડના બજેટની તુલનામાં આ વખતે 779 કરોડનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકાર ગ્રામીણ માળખાકીય સુવિધાઓ અને આજીવિકાના સાધનોને વધુ મજબૂત કરવા માટે મક્કમ છે. ઘરના સપનાને મળશે નવી પાંખો ગામડાંમાં વસતા ગરીબ પરિવારોને પોતાનું પાકું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ 1,755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનામાં આદિજાતિ લાભાર્થીને 2,72,820 અને બિન-આદિજાતિ લાભાર્થીને 2,32,920ની સહાય આપવામાં આવશે. વિશેષ વાત એ છે કે, જે લાભાર્થીઓનું ઘર રૂફ કાસ્ટ (ધાબા) લેવલ પર પહોંચશે, તેવા 18,000 લોકોને વધારાની 50,000ની સહાય આપવા માટે 90 કરોડ અલગથી ફાળવાયા છે. ગંદા પાણીના નિકાલ માટે નવી ટેકનોલોજી ગામડાંઓને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત 737.91 કરોડની જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે 50 કરોડની નવી જોગવાઈ સાથે રાજ્યના 400 ગામોમાં 'એન્ડ ડ્રેન ટ્રીટમેન્ટ' (End Drain Treatment) પદ્ધતિ અમલી બનાવવામાં આવશે, જેથી ગંદા પાણીનું યોગ્ય શુદ્ધિકરણ થઈ શકે. 100ના બદલે હવે 125 દિવસ કામ શ્રમિકોના હિતમાં મોટો નિર્ણય લેતા મનરેગા (VB-GRAM-G) યોજના માટે 1,500 કરોડ ફાળવવામાં આવ્યા છે. હવે શ્રમિકોને વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસની સશ્રમ સવેતન રોજગારીની ગેરંટી આપવામાં આવશે. જો નિર્ધારિત સમયમાં રોજગાર પૂરો પાડવામાં તંત્ર નિષ્ફળ જશે, તો નિયમ મુજબ બેરોજગારી ભથ્થું પણ ચૂકવવામાં આવશે. મહિલા સશક્તિકરણ: 'લખપતિ દીદી' ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે 'લખપતિ દીદી સશક્તિકરણ યોજના' હેઠળ 48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દર વર્ષે 10,000 અનુભવી મહિલાઓને તેમના વ્યવસાયના પેકેજિંગ અને મૂલ્યવર્ધન (Scaling-up) માટે મદદ કરાશે. સખી મંડળની બહેનો પોતાની પ્રોડક્ટ્સ વેચી શકે તે માટે મહાનગરપાલિકા અને પ્રવાસન સ્થળોએ 20 કરોડના ખર્ચે 'ગ્રામ હાટ' બનાવવામાં આવશે. ઉપરાંત, આ ઉત્પાદનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચવા માટે 25 કરોડની માર્કેટિંગ સપોર્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, સચિવ ધનંજય દ્વિવેદી, લોચન સહેરા અને નીતિન સાંગવાન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યુવતી 25 વર્ષથી ભારતમાં પણ ભારતીય નાગરિકતા નહીં:દીકરી 18 દિવસની હતી, ત્યારે મોઝામ્બિકથી ભારત આવી'તી, પાસપોર્ટ નહીં ને પતિ પાસે કેનેડા જઈ શકતી નથી
    Next Article
    Weather Forecast News | ગુજરાતમાં 4 દિવસ બાદ માવઠાની આગાહી | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment