Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સ પ્રક્રિયાના પહેલા દિવસે 776ની દાવેદારી:વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો, આજે બાકી રહેલા વોર્ડની સેન્સ પ્રક્રિયા

    11 hours ago

    વડોદરા શહેરમાં મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ ચાર ઝોનમાં તબક્કાવાર વોર્ડવાર દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જોકે, આ સેન્સ પ્રક્રિયા સવારે 9 કલાકથી શરુ થવાની હતી પરંતુ, તમામ ઝોનમાં નિરીક્ષકો અંદાજે બે કલાક મોડા આવ્યા હતા. જેથી, 11 વાગ્યે સેન્સ પ્રક્રિયા શરુ થઇ હતી. પ્રથમ દિવસે વિવિધ ચાર ઝોનમાં 10 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનું લાંબુ લિસ્ટ સામે આવ્યું મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપના કાર્યકરોની હોડ લાગી હતી. ભાજપ એ સૌથી મોટી રાજકીય પાર્ટી છે, જેથી સ્વાભાવિક છે તમામ કાર્યકર્તાઓને હોદ્દાની આશા હોય. પાયાના કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે તન, મન, ધનથી કામ કરતા હોય તો ચૂંટણી લડવાની ઈચ્છા સ્વાભાવિક બને છે ત્યારે સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનું લાંબુ લિસ્ટ સામે આવ્યું છે. 10 વોર્ડ માટે 776 જેટલા દાવેદારો નોંધાયા છે. જેમાં બુથ ઇન્ચાર્જથી માંડી વર્તમાન કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. બાકીના વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે યોજાશે વડોદરા શહેરમાં આજે સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ ઝોનમાં વોર્ડવાર દાવેદારોએ કતાર લગાવી હતી. સવારે 11 કલાકે શરુ થયેલી પ્રક્રિયા સાંજે 8 કલાક સુધી ચાલી હતી. કેટલાક ઝોનમાં તો તેના કરતા પણ મોડું થયું હોવાનું જાણવા મળ્યું છે. બાકી રહેલા વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે યોજવામાં આવશે ત્યારે વડોદરા શહેરમાં 76 બેઠકો માટે ભાજપના જ 2000થી વધુ દાવેદારો નોંધાય તો નવાઈ નહીં મોટાભાગના વર્તમાન કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટા ભાગના વર્તમાન કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી છે. જો કે જે અગ્રીમ હરોળના પદાધિકારીઓ હતા તેઓ પણ સેન્સ પ્રક્રિયા માટે અન્ય જિલ્લાઓમાં ગયા હોવાથી તેઓએ આગલા દિવસે જ કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભરી દીધું હતું. ત્યારે પ્રથમ દિવસે ચાર ઝોનમાં મોટા ભાગના નવા ચહેરા જોવા મળ્યા હતા. ત્યારે હવે ભાજપ દ્વારા નવા ચહેરાઓને સમાવવામાં આવે કે પછી જુના જોગીઓ ઉપર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તે જોવું રહ્યું. પ્રથમ દિવસે થયેલ સેન્સ પ્રક્રિયામાં વોર્ડવાર ઉમેદવારોની સંખ્યા
    Click here to Read More
    Previous Article
    ઈરાનમાં અસલી કંટ્રોલ કોની પાસે?:સરકાર અને સેના આમને-સામને, મુજતબા ખામેનીને નથી મળી શકતા રાષ્ટ્રપતિ; રિપોર્ટમાં ચોંકાવનારા દાવા
    Next Article
    60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ પૂરી કરનારાઓને ટિકિટ નહીં!:સંગઠનના હોદેદારો પણ ચૂંટણી નહીં લડી શકે, ઉમેદવારોની પસંદગીને લઈ ભાજપ CECની બેઠકમાં ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment