Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ પૂરી કરનારાઓને ટિકિટ નહીં!:સંગઠનના હોદેદારો પણ ચૂંટણી નહીં લડી શકે, ઉમેદવારોની પસંદગીને લઈ ભાજપ CECની બેઠકમાં ચર્ચા

    9 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. બુધવારે રાજકોટ, વડોદરા અને સુરતમાં ભાજપની હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા વચ્ચે ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને ચૂંટણી લડવાની તક મળશે. ઉમેદવારીના માપદંડોને લઈ ભાજપ CECની બેઠકમાં ચર્ચા બુધવારે ભાજપ સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. 26 એપ્રિલે યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના માપદંડોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે. વોર્ડ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંપૂર્ણ રીતે સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સાથે જ, ભાજપે વયમર્યાદા નક્કી કરતા 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનું મન બનાવી લીધું છે. સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને પણ આ વખતે આરામ આપવામાં આવશે. પાયાના કાર્યકર્તાઓને તક મળશે ભાજપના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે ટિકિટ વિતરણમાં વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાયાના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપવાનો પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં લોકસંપર્ક અભિયાનને તેજ બનાવવા અને પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ભાજપના આ ‘શુદ્ધિકરણ’ અભિગમથી પક્ષના અનેક દિગ્ગજ નેતાઓમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે, જેના કારણે ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. 26 એપ્રિલે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા બુધવારથી આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. આ સમાચાર પણ વાંચોઃ રાજકોટ મનપાની ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે? આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે? આ સમાચાર પણ વાંચોઃ વડોદરા મનપાની ચૂંટણીમાં કોના પત્તા કપાશે-કોણ ફાવશે?
    Click here to Read More
    Previous Article
    સેન્સ પ્રક્રિયાના પહેલા દિવસે 776ની દાવેદારી:વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો, આજે બાકી રહેલા વોર્ડની સેન્સ પ્રક્રિયા
    Next Article
    Bhole Baba Par Karega Producers Mourn Rahul Banerjee's Death, Assure Thorough Probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment