Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    77મો વન મહોત્સવ પ્રાઇવેટ સંસ્થામાં યોજાતાં ચર્ચા જાગી ​:જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવમાં સરકારી શાળાને બદલે ખાનગી સંસ્થા પસંદ કરાઈ

    9 hours ago

    જૂનાગઢ સામાજિક વનીકરણ રેન્જ અને ગીર સોમનાથ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ સરકારી સ્તરનો કાર્યક્રમ સરકારી શાળા કે સંસ્થાને બદલે ખાનગી શૈક્ષણિક સંકુલમાં આયોજિત કરાયો હોવાની બાબતે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી હતી. સરકારી શાળાઓને અવગણીને ખાનગી સંસ્થામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 'એક પેડ મા કે નામ 3.0' ઝુંબેશ અંતર્ગત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષોના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. જીવનમાં ઓછામાં ઓછા 15 વૃક્ષો વાવવા મંત્રી કૌશિક વેકરીયાનું આહ્વાન કાર્યક્રમના અધ્યક્ષ અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ માનવ અને વૃક્ષ વચ્ચેના ગાઢ સંબંધને રેખાંકિત કરતાં જણાવ્યું હતું કે જન્મ સમયે બાળકના લાકડાના ઘોડિયાથી લઈને જીવનના અંતિમ તબક્કે લાકડાની ચિતા સુધી પ્રકૃતિ સતત મનુષ્યની સાથે રહે છે. તેમણે ઉમેર્યું કે ગ્લોબલ વોર્મિંગ અને ભવિષ્યમાં ઓક્સિજનની સંભવિત અછત જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે વ્યાપક વૃક્ષારોપણ અનિવાર્ય છે. રાજ્યભરમાં ઓગસ્ટ માસ દરમિયાન ચાલતી આ પર્યાવરણ ઝુંબેશમાં દરેક નાગરિકે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 15 વૃક્ષો વાવીને તેનું યોગ્ય જતન કરવું જોઈએ. જાવીયા સંકુલના વિદ્યાર્થીઓએ 1200 વૃક્ષો દત્તક લીધા અને શહેરમાં 15 વન કવચ બનશે આ કાર્યક્રમ જે જાવીયા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા 1200 જેટલા વૃક્ષોના ઉછેર અને રક્ષણની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હરિયાળી વધારવા અને પ્રવાસનને વેગ આપવા માટે 15 જેટલા વન કવચ નિર્માણ કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ જૂનાગઢ શહેર અને જિલ્લામાં મિયાવાકી પદ્ધતિથી ઝડપથી વિકસતા ગાઢ વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વૃક્ષ રથનું પ્રસ્થાન આ વન મહોત્સવ દરમિયાન વન વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા આપનારા કર્મચારીઓ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક નૃત્ય, યોગ પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધા રજૂ કરવામાં આવી હતી. સમારોહના અંતે નાગરિકોમાં નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવા માટે વિશેષ 'વૃક્ષ રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Pragya Mishra Sister Case | Lucknow Divya Mishra Case: 5 साल पुराने इस विवाद में छिपा है कांड का सच!
    Next Article
    જૂનાગઢમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક મ્યુઝિયમનું 2.14 કરોડના ખર્ચે નવસર્જન:'તાજમંઝિલ'માં 4 નવી આકર્ષક ગેલેરીઓ સાથે ભવ્ય પુનઃ લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment