Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક મ્યુઝિયમનું 2.14 કરોડના ખર્ચે નવસર્જન:'તાજમંઝિલ'માં 4 નવી આકર્ષક ગેલેરીઓ સાથે ભવ્ય પુનઃ લોકાર્પણ

    11 hours ago

    જૂનાગઢ શહેરના સરદારબાગ નજીક આવેલી ઐતિહાસિક 'તાજમંઝિલ' ઇમારતમાં આશરે 125 વર્ષ જૂના મ્યુઝિયમનું નવસર્જન કરી ભવ્ય પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા અંદાજે 2 કરોડ 14 લાખ રૂપિયાથી વધુના ખર્ચે સમગ્ર સંગ્રહાલયનું આધુનિકીકરણ અને રિનોવેશન કરવામાં આવ્યું હતું. ઉર્જા રાજ્યમંત્રી અને જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આ સમારોહ યોજાયો હતો. રિનોવેશનની કામગીરીના કારણે છેલ્લા 1 વર્ષથી બંધ રહેલું આ ઐતિહાસિક સંગ્રહાલય હવે પ્રવાસીઓ અને નગરજનો માટે ખુલ્લું મુકાઈ ગયું છે. યુરોપિયન આર્ટ અને 'આરઝી હકુમત' સહિત 4 નવી ગેલેરીઓ શરૂ કરાઈ જૂનાગઢ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. સૈફાલિકા અવસ્થીએ જણાવ્યું હતું કે અગાઉથી ઉપલબ્ધ નવાબી સમયના પ્રાચીન કાચ, માર્બલ, ચાંદીના વાસણો, હથિયારો, તોપ, ભાલા, ટેરાકોટા, પાલખી અને શાહી વસ્ત્રોના દુર્લભ સંગ્રહ ઉપરાંત 4 નવી વિશેષ ગેલેરીઓ ઉમેરવામાં આવી છે. આ નવસર્જનમાં યુરોપના વિવિધ દેશોના કલાના નમૂનાઓ ધરાવતી યુરોપિયન ગેલેરી, લઘુચિત્રોની મિનિએચર પેઇન્ટિંગ ગેલેરી, ઓઇલ પેઇન્ટિંગ ગેલેરી તેમજ જૂનાગઢના સ્વતંત્રતા સંગ્રામમાં અત્યંત ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવતી 'આરઝી હકુમત'ને સમર્પિત ખાસ ગેલેરી મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. ટિકિટ દર અને મુલાકાતનો સમય નક્કી કરવામાં આવ્યો ઉદ્ઘાટનના દિવસે તમામ નાગરિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો, જ્યારે હવેથી સામાન્ય દિવસોમાં મુલાકાતીઓ માટે પ્રવેશ ટિકિટ દર સામાન્ય નાગરિકો માટે 5 રૂપિયા, શાળાના વિદ્યાર્થીઓ માટે 2 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ માટે 50 રૂપિયા નિયત કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયમ દરરોજ સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જ્યારે દર બુધવારે તેમજ વર્ષની નિર્ધારિત 16 જાહેર રજાઓના દિવસે મુલાકાતીઓ માટે બંધ રહેશે. 1897 થી શરૂ થયેલી ઐતિહાસિક મ્યુઝિયમની રસપ્રદ સફર જૂનાગઢ મ્યુઝિયમનો ઇતિહાસ 19મી સદીના ઉત્તરાર્ધમાં નવાબ રસુલખાનના શાસનકાળથી શરૂ થાય છે. આઝાદ ચોક ખાતે 2 ડિસેમ્બર 1897ના રોજ ગવર્નર લોર્ડ સેન્ટહર્સ્ટના હસ્તે શિલારોપણ બાદ 5 ડિસેમ્બર 1901ના રોજ લોર્ડ નોર્થકોર્ટે આ સંગ્રહાલય ખુલ્લું મૂક્યું હતું. ત્યારબાદ નવાબી સમયમાં તેને સક્કરબાગ ખસેડાયું અને વર્ષ 1964માં સંગ્રહાલય ખાતું બન્યા બાદ 1973-75 દરમિયાન તેનું પુનઃ આયોજન કરાયું હતું. બાદમાં 27 ડિસેમ્બર 2014ના રોજ દરબાર હોલ અને સક્કરબાગ મ્યુઝિયમનું એકીકરણ કરીને સરદારબાગ સ્થિત 'તાજમંઝિલ'માં જૂનાગઢ મ્યુઝિયમનું સ્વરૂપ અપાયું હતું, જે આજે પણ ઇતિહાસપ્રેમીઓ, સંશોધકો અને પ્રવાસીઓ માટે અતિ મહત્વનું સ્થળ બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    77મો વન મહોત્સવ પ્રાઇવેટ સંસ્થામાં યોજાતાં ચર્ચા જાગી ​:જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવમાં સરકારી શાળાને બદલે ખાનગી સંસ્થા પસંદ કરાઈ
    Next Article
    🟠Heavy Rain Red Alert In Ahmedabad LIVE | અમદાવાદવાસી સાચવજો! રેડ એલર્ટ જાહેર | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment