Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વચ્ચે 77 ગુજરાતી માછીમારો ઈરાનમાં ફસાયા:ગમે તે ભોગે વતન પરત ફરવા વિદેશમંત્રી પાસે મદદ માંગી; ઈરાને કહ્યું- 'ભારતના 700 લોકો છે'

    9 hours ago

    ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસી રહેલા વૈશ્વિક તણાવની સીધી અને માઠી અસર હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પરિવારો પર જોવા મળી રહી છે. રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના અંદાજે 77 જેટલા ખલાસીઓ હાલ ઈરાનમાં ફસાઈ ગયા છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે દરિયામાં ફિશિંગ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ઠપ થઈ જતાં આ માછીમારો આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયા છે. દરિયાઈ સુરક્ષા જોખમાતા બોટો કિનારે લાંગરી દેવાઈ નવસારીના બીગરી, ભાટ અને ગણદેવી સહિતના વિસ્તારોના ખલાસીઓ વર્ષોથી ઈરાનમાં ફિશિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જાય છે. હાલની અશાંતિને કારણે દરિયાઈ સુરક્ષા જોખમાતા તમામ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. ખલાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો ઈરાનમાં ફસાયેલા કેટલાક મુખ્ય ખલાસીઓના નામ આ મુજબ છે: મૈસકુમાર રામદાસભાઈ ટંડેલ – ભાટ, નવસારી મનોજકુમાર શાણીયાભાઈ ટંડેલ – ભાટ, નવસારી નવીનકુમાર રવજીભાઈ ટંડેલ – નવસારી હેમંતકુમાર નરોત્તમભાઈ ટંડેલ – સાલાબત, નવસારી મહેશકુમાર આનંદજી બારીયા – મરોલી રતિલાલ હરિભાઈ ટંડેલ – નાની દાંતી મુકેશભાઈ ડાહ્યાભાઈ પટેલ – બીગરી (મસ્કારા ફળિયા), ગણદેવી આ ખલાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા પરિવારનો સંપર્ક કરી ભારત પરત આવવા માટે મદદ માંગી છે. એરલિફ્ટ કરવા અથવા અન્ય માર્ગે પરત લાવવા રજૂઆત હિન્દુ માછી સમાજના અગ્રણી બલવીરભાઈ રામભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના માછીમારો પોતાની દક્ષતાને કારણે ઈરાનમાં ભાગીદારીમાં અથવા બોટ પર કામ કરે છે. હાલ અંદાજે 700 જેટલા ભારતીયો પરત આવવા મથામણ કરી રહ્યા છે. આ મામલે વિદેશ મંત્રી એસ. જયશંકર અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ સુધી રજૂઆતો પહોંચાડવામાં આવી છે. તેમજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે પણ ચર્ચા કરી માછીમારોને વહેલી તકે સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવા અથવા અન્ય માર્ગે પરત લાવવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં યુવતી પર એસિડ એટેક, CCTV:બાઇક પર આવેલો એક શખ્સ રાહ જોઈને ઊભો હતો, યુવતી આવતા જ એસિડ ફેંકીને ફરાર
    Next Article
    Karan Johar reviews Dhurandhar 2: Director calls it Ranveer Singh’s ‘career best’, says debate on ‘hyper alpha energy, patriotism will continue’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment