Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં 77મો જિલ્લા વન મહોત્સવ ઉજવાયો:મંત્રી ડો. જયરામ ગામીતની અધ્યક્ષતામાં હરિયાળું તાપી બનાવવાનો સંકલ્પ

    1 day ago

    તાપી જિલ્લા કક્ષાનો 77મો વન મહોત્સવ વ્યારા નગરમાં યોજાયો હતો. રાજ્યકક્ષાના રમતગમત વિભાગના મંત્રી ડો. જયરામ ગામીતની અધ્યક્ષતામાં આ કાર્યક્રમમાં જિલ્લાને હરિયાળો અને પર્યાવરણ સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. વેસ્ટર્ન ઘાટની શરૂઆત ગણાતા આદિવાસી બહુલ તાપી જિલ્લામાં આયોજિત આ મહોત્સવમાં વ્યારા અને મહુવા બેઠકના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, વિવિધ પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વન સંરક્ષણ અને વૃક્ષોના મહત્વ અંગે ઉદ્બોધન આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા 'એક પેડ મા કે નામ' અભિયાનમાં દરેક નાગરિકને જોડાઈને ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને સમગ્ર દેશને હરિયાળો બનાવવામાં યોગદાન આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે જંગલોના સંરક્ષણ અને વન્ય પ્રાણીઓની જાળવણી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ અને સ્થાનિક લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રી તેમજ અન્ય મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને વાવેલા છોડનું યોગ્ય જતન કરવાની હાકલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે Gen Z ના પ્રશ્નોના આપ્યા જવાબ:નેશનલ ઇન્ડક્શન 7.0માં કોરિયન હાર્ટથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી ચાલતા અતિશય વિચારો, ‘સિચ્યુએશનશિપ’થી લઈને ‘સોલમેટ’ વિષે વિવિધ પ્રશ્નો પૂછ્યા
    Next Article
    વિક્રમ માડમની ગુજરાતના તમામ SPને ઓપન ચેલેન્જ:'જેનામાં શક્તિ હોય એ કહે કે અમારે ત્યા દારૂ નથી વેચાતો કે બનતો'; ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જામનગરમાં કોંગ્રેસના ધરણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment