Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 77મો વન મહોત્સવ ઉજવાયો:લીંબડીના જાખણ ગામે આવેલા ત્રિમૂર્તિ મંદિર, રાજરાજેશ્વર ધામ ખાતે વૃક્ષારોપણ

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને લીંબડી તાલુકાના જાખણ ગામે આવેલા ત્રિમૂર્તિ મંદિર, રાજરાજેશ્વર ધામ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે, વૃક્ષો આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવને ગ્રામીણ સ્તર સુધી પહોંચાડીને તેને એક લોક ઝુંબેશ બનાવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો. જગદીશ મકવાણાએ ભારપૂર્વક જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ અને વધતા પ્રદૂષણ જેવા પર્યાવરણીય પડકારો સામે વૃક્ષારોપણ એક સચોટ ઉપાય છે. તેમણે વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ દરેક નાગરિકને પોતાની માતાની યાદમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને 4 થી 5 વર્ષ સુધી તેનું જતન કરવા અપીલ કરી. સુરેન્દ્રનગર જિલ્લાની પર્યાવરણીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું વૃક્ષ આચ્છાદન સુરેન્દ્રનગર જિલ્લામાં છે. આ સ્થિતિ બદલીને જિલ્લાને હરિયાળો બનાવવો એ સૌ નાગરિકોની સહિયારી ફરજ છે. આ માટે ચાલુ વર્ષે વન વિભાગ અને વિવિધ યોજનાઓ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 17.50 લાખ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખેડૂતો અને વૃક્ષપ્રેમીઓને પ્રોત્સાહિત કરતાં તેમણે જણાવ્યું કે, ‘એગ્રો ફોરેસ્ટ્રી યોજના’ હેઠળ ખેડૂતોને એક વૃક્ષ દીઠ ત્રણ વર્ષમાં રૂ.120ની આર્થિક સહાય સરકાર દ્વારા અપાય છે. તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને પરિવારના જન્મદિવસ, લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગોની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરવા અને પ્રકૃતિ જતનનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, પર્યાવરણ જતન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાયા.
    Click here to Read More
    Previous Article
    ડો. હર્ષ પંડ્યા મોત કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડા સસ્પેન્ડ:આપઘાતના બે દિવસ પહેલાં રજૂઆત કરવા છતાં સુમૈયા મુલ્લાએ કાર્યવાહી ન કરી, કોલેજના ડીનને પણ નોટિસ
    Next Article
    સિક્યુરિટી ગાર્ડ પર રખડતા શ્વાને હુમલો કર્યો, CCTV:હાથની આંગળી પર બચકું ભરતા ગંભીર ઈજાગ્રસ્ત, પુણા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકથી રહીશોમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment