Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 77મા વન મહોત્સવની ઉજવણી:વન વિભાગનો 10.06 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક

    1 day ago

    પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચાલુ ચોમાસા દરમિયાન જિલ્લામાં 1,331.41 હેક્ટર વિસ્તારમાં કુલ 10.06 લાખ રોપાઓ વાવવાનું આયોજન જાહેર કરાયું હતું. જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને વાવેલા વૃક્ષોના જતન-સંવર્ધન માટે જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષો વાવવાનો જ નહીં, પરંતુ વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધનનો પણ ઉત્સવ છે. પાટણ જિલ્લામાં 'વન કવચ'ના માધ્યમથી વૃક્ષારોપણ કરીને મજબૂત હરિયાળું આવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જંગલ તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા સરકારી યોજનાઓ, ખેડૂતો, ગ્રામ પંચાયતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને જનભાગીદારીના સહયોગથી કામગીરી ચાલી રહી છે. વન વિભાગના આંકડા અનુસાર, ચાલુ ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં 554.47 હેક્ટરમાં 6.69 લાખ રોપાઓનું અને જંગલ સિવાયના પડતર, સરકારી તથા ખાનગી વિસ્તારોમાં 756 હેક્ટરમાં 3.42 લાખ રોપાઓનું વાવેતર પ્રગતિ હેઠળ છે. એગ્રો ફોરેસ્ટ્રી મોડલ હેઠળ ખેડૂતોના ખેતરમાં 520 હેક્ટરમાં 0.88 લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે. આમ, કુલ 1,331.41 હેક્ટર વિસ્તારમાં 10.06 લાખ રોપાઓ વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. વન મહોત્સવ મોડલ હેઠળ 33.54 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે, જેનું વિતરણ જૂન માસથી શરૂ કરી દેવાયું છે. કિસાન, મહિલા અને સ્વસહાય જૂથ નર્સરી મોડલ હેઠળ 14.40 લાખ રોપાઓનો ઉછેર કરાયો છે, જેના માટે લાભાર્થીઓને 51.53 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. પર્યાવરણ જાગૃતિ માટે 3.60 લાખ રૂપિયાના ખર્ચે 11 પ્રાકૃતિક શિક્ષણ શિબિરો અને 3.09 લાખ રૂપિયાના ખર્ચે 23 કિસાન શિબિરોનું આયોજન પણ કરાયું છે. આ કાર્યક્રમમાં કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ભાજપનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ:પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું
    Next Article
    દમણ મોન્સૂન ફેસ્ટિવલ-2026નો 22 ઓગસ્ટથી રંગારંગ પ્રારંભ થશે:ઉદ્ઘાટન સમારોહમાં આનંદીબેન પટેલ હાજર રહેશે, સાંસ્કૃતિક પરેડથી લઈને બોલિવૂડ કોન્સર્ટ સુધીના અનેક આકર્ષણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment