Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનું બીજુ બજેટ રૂ. 760 કરોડનું હશે:નવા‎ ભળેલા ગામોને શહેર જોડવા રોડ નેટવર્ક પથરાશે‎, ગત બજેટના હેરિટેઝ સિટી, સિટી બસ, તળાળ‎ બ્યુટિફીકેશન જેવા રૂ.180 કરોડના કામો પ્રગત્તિમાં‎

    11 hours ago

    સુરેન્દ્રનગર મનપાનું બીજુ બજેટ તા.20 માર્ચ આસપાસ રજૂ થઇ છે. આ વખતનું બજેટ ગત વર્ષના રૂ.665 કરોડ કરતાં રૂ.95 કરોડના વધારા સાથે રૂ.760 કરોડનું હશે. પ્રથમ બજેટમાં હેરીટેઝ સિટી, આઇકોનિક રોડ, તળાવ બ્યુટીફિકેશનના કામોનો સમાવેશ કરાયો હતો. આ બજેટમાં લોકોની સુખાકારી, શિક્ષણ, આરોગ્ય અને પાણી-ભુગર્ભ ગટરના કામોનો સમાવેશ કરાશે. પ્રથમ બજેટના 180 કરોડના કામો પ્રગતિમા છે. સુરેન્દ્રનગર મનપાના બજેટમાં શું હશે? લોકોની સુવિધા માટે કેવી જોગવાઇ હશે? ટેક્ષમાં વધારો થશે કે નહી? જેવી બાબતો જાણવા નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંયુક્ત પાલિકા કરતાં સાડા ત્રણ ઘણાં આ બજેટની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઇ છે. તા.20 માર્ચની આજુબાજુ બજેટની જાહેરાત કરાશે. ગયા બજેટમાં હાઉસ ટેક્ષની આવક જે રૂ.28 કરોડની અંદાજવામાં આવી હતી પરંતુ આવક માત્ર 25.95 કરોડની આવક થઇ છે. નોંધનીય છે કે, ગત બજેટના રંભાબેન ટાઉન હોલ,રીવર ફ્રન્ટ સીસી રોડ,ફાયર સ્ટેશન,બોડા તળાવ અને ધોળીપોળ તળાવ,સુએજ પાણીની લાઇન,વોટર વર્કસના કામ, સ્પોર્ટસ સંકુલ, જીઆઇડીસી પુલ,ચોમાસા બાદ રસ્તાના રીફ્રેસીંગ, લાઇટના કામ , હેરીટેઝ સિટીના કામો પ્રગતિમાં છે. ગત બજેટ આ કામો હજુ અધૂરા ગત બજેટમાં મનપાએ જાહેરાત કરી હતી પરંતુ હવા મહેલ, સિટી બસ, પિકઅપ સ્ટેન્ડ, રોડ સિંગ્નલ, ફુડઝોન, બસ સ્ટેશનથી આગળનો રિવરફ્રન્ટ, સર્કલ ડેવલોપમેન્ટ, જીઆઇડીસીની પાયાગત સુવિધા, રોગ નિદાન માટે લેબોરેટરી, ફૂડ ટેસ્ટ લેબોરેટરી, મનપાના નવા બિલ્ડીંગ ઉપર બે માળની ઓફિસો બનાવવાના કામો હજુ ચાલ થયા નથી. બીજા બજેટમાં આ મહત્વના કામો કરાશે અધિકારીઓ અને સ્ટાફને રહેવા માટે ક્વાર્ટસ, 50 કરોડના ખર્ચે શહેર અને નવા ભળેલા ગામડાને જોડતા 100 થી વધુ રસ્તા, નવી શાળાઓ, આરોગ્ય કેન્દ્રમાં સેવા વધારવાની સાથે મનપાનું જૂનું બિલ્ડિંગ પાડીને ત્યા નવુ બિલ્ડીંગ બનાવાશે. જ્યારે ગત બજેટના રંભાબેન ટાઉન હોલ,રીવર ફ્રન્ટ સીસી રોડ,ફાયર સ્ટેશન,બોડા તળાવ અને ધોળીપોળ તળાવ,સુએજ પાણીની લાઇન હેરીટેઝ સિટીના કામો પ્રગતિમાં છે. મનપાના વહીવટનો વિકાસ 5 વર્ષ બાદ દેખાય છે મનપા બન્યા બાદ સતત કામો ચાલુ રહેતા હોય છે.બાંધકામ એક સાથે પુરા થઇ ન શકે. પ્લાનિંગ સારૂ છે પણ કોન્ટ્રાકટરોને સમયસર પૈસા ન મળતા હોવાનું જાણવા મળે છે.હજુ સુધી લોકોને કોર્પોરેશનની ફિલીંગ આવવી જોઇએ તે નથી આવતી. 5 વર્ષ બાદ મનપાનો વિકાસ જોવા મળે છે. > સુરેન્દ્રનગર મનપાનો વિકાસ 5 વર્ષ બાદ જોવા મળે { મનીષ શાહ, એન્જીન્યર (એક્ષપર્ટ)
    Click here to Read More
    Previous Article
    પદયાત્રાનું હળવદમાં ભવ્ય સ્વાગત કરાયું:ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાના સંકલ્પ સહિત 17 હજાર કિ.મી.ની પદયાત્રા
    Next Article
    ACBના છટકામાં ભેરવાયો કોન્સ્ટેબલ:દસાડા પોલીસ ડ્રાઇવરે ફોન કરી દારૂ કેસના આરોપી પાસે 80 હજાર માંગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment