Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં દિવાળી નિમિત્તે 751 વિધવા મહિલાઓને મીઠાઈ-ફરસાણ વિતરણ:નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટે દરેકને 500 ગ્રામ મિક્સ મીઠાઈ, 300 ગ્રામ ચવાણું અને 300 ગ્રામ તીખા ગાંઠિયા આપ્યા

    7 hours ago

    નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટે સુરેન્દ્રનગરમાં દિવાળી નિમિત્તે 751 વિધવા મહિલાઓને મીઠાઈ અને ફરસાણનાં પેકેટ આપ્યાં. આ મહિલાઓ આર્થિક રીતે નબળી છે અને નાની ઉંમરે પતિ ગુમાવ્યા પછી બાળકોની જવાબદારી સંભાળે છે. કાળી ચૌદશના દિવસે સંસ્થાના સુરજબા ભવનમાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દરેક પેકેટમાં 500 ગ્રામ મિક્સ મીઠાઈ, 300 ગ્રામ ચવાણું અને 300 ગ્રામ તીખા ગાંઠિયા હતાં. કાર્યક્રમની શરૂઆત ડો. મયુર મોટકા, જીતેન્દ્રસિંહ ચાવડા, ઉદયસિંહ ચાવડા અને આનંદ રાવલે દીપ પ્રગટાવીને કરી હતી. જાણીતા સેવાભાવી બહાદુરસિંહ પરમાર, કમળાબા પરમાર અને દર્શનભાઈ સહિતના મહેમાનો પણ હાજર રહ્યા હતા. તેમના હસ્તે મહિલાઓને પેકેટ આપવામાં આવ્યાં. નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ 2005થી દર દિવાળીએ વિધવા મહિલાઓને મીઠાઈ અને ફરસાણ આપે છે. દાતાઓના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ યોજાય છે. સંસ્થાના સ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલ અને નિર્ધાર ટીમની બહેનોએ કાર્યક્રમ માટે કામ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બલિપ્રતિપદા નિમિત્તે આજે ભારતીય બજારો બંધ:કોમોડિટી એક્સચેન્જ સાંજે 5 વાગ્યે ખુલશે; કોરિયન બજાર 4% વધ્યું, અમેરિકન બજારમાં તેજી રહી
    Next Article
    પીપળવા ગામે કેમ્પમાં 151 બોટલ રક્તદાન થયું:રક્ત થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓ માટે રેડક્રોસને અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment