Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મદ્રેસામાં સાફ-સફાઈ કરનારે જ બુરખો પહેરી ચોરી કરી:અબ્દુલ સમદે પહેલાં 7.50 લાખની ચોરી કરી, પછી ઓફિસ ફૂંકી મારી; CCTVના આધારે ધરપકડ

    1 day ago

    સુરત શહેરના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી મદ્રેસામાં ચોરી અને આગજનીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચોરીના પુરાવા મટાવવા માટે ઓફિસમાં આગ લગાવનાર બીજું કોઈ નહીં પણ મદ્રેસામાં જ સાફ-સફાઈની સેવા આપતો અબ્દુલ સમદ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેવા કરવાના બહાને કરી ઓફિસની રેકી પકડાયેલ આરોપી અબ્દુલ સમદ અગાઉ ભંગારના ગોડાઉનમાં નોકરી કરતો હતો અને હાલમાં અત્તર તેમજ ટોપી વેચી ગુજરાન ચલાવતો હતો. તે ઉનની આ મદ્રેસામાં અવારનવાર સેવા ભાવે સાફ-સફાઈ કરવા માટે જતો હતો. આ સેવાના ઓઠા હેઠળ તેણે મદ્રેસાની ઓફિસની સંપૂર્ણ રેકી કરી લીધી હતી. તેને ખબર હતી કે ઓફિસના કબાટમાં દાનના લાખો રૂપિયા રાખવામાં આવે છે. આ જ લાલચમાં તેણે ચોરીનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. બુરખો પહેરી 7.50 લાખની મત્તા પર કર્યો હાથફેરો 24 માર્ચના રોજ વહેલી સવારે આશરે 03:45 વાગ્યે આરોપી અબ્દુલ સમદ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને મદ્રેસામાં પ્રવેશ્યો હતો. તેણે ઓફિસનું તાળું તોડી અંદર રાખેલા ડોનેશનના રોકડા 7,50,000 અને કિંમતી મોબાઈલ ફોન મળી કુલ 8,45,000 ની મત્તાની ચોરી કરી હતી. બુરખો પહેરેલો હોવાથી તેને લાગ્યું હતું કે તે પોલીસની નજરમાંથી બચી જશે, પરંતુ તેની ચાલવાની ઢબ તેને ભારે પડી ગઈ. પુરાવા નાશ કરવા દસ્તાવેજો અને CCTV સળગાવ્યા ચોરી કર્યા બાદ આરોપીને ડર હતો કે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેની કરતૂત કેદ થઈ ગઈ હશે. આથી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેણે ઓફિસમાં પડેલા કાગળો અને દસ્તાવેજો ભેગા કરી આગ ચાંપી દીધી હતી. આ આગમાં મદ્રેસાના વર્ષો જૂના અગત્યના દસ્તાવેજો, શૈક્ષણિક ફાઈલો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. તેણે સીસીટીવી ડિવાઈસને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જેથી કોઈ પુરાવા ન બચે. CCTV ફૂટેજમાં કેદ થઈ 'ભેદી' હિલચાલ ઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને મદ્રેસાની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને એક શખ્સ બુરખો પહેરીને શંકાસ્પદ હાલતમાં પ્રવેશતો દેખાયો હતો. બુરખો પહેરેલો હોવા છતાં, તે શખ્સની ઊંચાઈ અને શારીરિક બાંધો મદ્રેસામાં આવતા-જતા લોકો સાથે મેચ કરવામાં આવ્યો, જેમાં અબ્દુલ સમદ પર પોલીસની શંકા દ્રઢ થઈ હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો ભેસ્તાન પોલીસે શંકાના આધારે અબ્દુલ સમદની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ જ્યારે પોલીસે તેને પુરાવા બતાવ્યા ત્યારે તે ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે કબૂલાત કરી હતી કે દેવું વધી ગયું હોવાથી અને ટૂંકા રસ્તે પૈસા કમાવવાની લાલચે તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો અને પકડાઈ જવાના ડરે આગ લગાવી હતી.
    Click here to Read More
    Previous Article
    LPG Gas Cylinder Crisis : पेट्रोल-डीजल, LPG देश में कितना बचा ? | LPG Gas News
    Next Article
    કાવો મારતા બાઇક ચાલક ટ્રક નીચે ઘુસી ગયો, CCTV:પાછળના ટાયર નીચે આવી જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત, માણસાની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment