Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 75 વર્ષીય વૃદ્ધા પર હુમલો, 7 તોલા સોનાની લૂંટ:મોઢે ડૂચો મારી હાથ-પગ બાંધ્યા, કાન-ગળામાંથી દાગીના ઝૂંટવી લૂંટારુ ફરાર

    1 day ago

    વલસાડ જિલ્લાના વાપીમાં એક લૂંટની ઘટના બની છે. વાપીના ડૂંગરા ફળિયા વિસ્તારના કોળીવાડમાં વહેલી સવારે 75 વર્ષીય વૃદ્ધા પર અજાણ્યા લૂંટારુઓએ હુમલો કર્યો. આરોપીઓએ વૃદ્ધાના મોઢામાં કપડાનો ડૂચો મારી, હાથ-પગ બાંધી દીધા. તેઓ 7 તોલાથી વધુ સોનાના દાગીના લૂંટીને ભાગી ગયા. મળતી માહિતી મુજબ, સવારે પરિવારના અન્ય સભ્યો ઘરમાં ઊંઘી રહ્યા હતા. તે સમયે 75 વર્ષીય વૃદ્ધા વહેલા ઉઠીને નાહવા માટે પાણી ગરમ કરવાની તૈયારી કરતા હતા. આ દરમિયાન અચાનક આવેલા બે અજાણ્યા લૂંટારુએ વૃદ્ધાને પકડી લીધા. વૃદ્ધા કંઈ સમજે કે બૂમો પાડે તે પહેલાં જ લૂંટારુઓએ તેમને કાબૂમાં લીધા. આરોપીઓએ વૃદ્ધાનો અવાજ બહાર ન જાય તે માટે તેમના મોઢામાં કપડાનો ડૂચો ઠાંસી દીધો. પછી તેમના હાથ અને પગ દોરડા વડે બાંધી દીધા. લૂંટારુઓ વૃદ્ધાને ઢસડીને ઘર પાસેના કાદવવાળા વિસ્તારમાં ફેંકી ગયા. લૂંટારુઓએ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન, બે હાથમાંથી સોનાની બંગડીઓ અને કાનમાંથી સોનાની બુટ્ટી-પટ્ટા ખેંચી લીધા. દાગીના ખેંચતી વખતે વૃદ્ધાના કાન અને ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અંદાજે 7 તોલાથી વધુ સોનાના દાગીના લૂંટીને આરોપીઓ ભાગી ગયા. ઘટના બાદ પરિવારજનો અને આસપાસના લોકોને જાણ થતાં તેઓ તરત સ્થળ પર પહોંચ્યા. કાદવમાં પડેલી અને ઘવાયેલી વૃદ્ધાને બહાર લાવવામાં આવ્યા. પ્રાથમિક સારવાર અને સફાઈ કર્યા બાદ ડૂંગરા પોલીસ મથકે જાણ કરાઈ. ડૂંગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા અને લૂંટારુઓનો પત્તો મેળવવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વાપી અને આસપાસના વિસ્તારમાં ચર્ચા છે.
    Click here to Read More
    Previous Article
    ઈડરના હરીપુરામાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:હિંમતનગરમાં ચોરાયેલી બાઇક સાથે એક શખ્સ પકડાયો, 40 હજારની સ્પ્લેન્ડર પ્લસ જપ્ત
    Next Article
    પાટણ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ફ્રેશર પાર્ટીની ઉજવણી:નવા વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, કેક કટિંગ અને ગરબાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment