Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરીની મીઠાશ મોંઘી બની:કમોસમી વરસાદથી કેરીમાં બગાડ થતા 75% આવક ઘટતાં ભાવમાં 20 રૂ.નો ઉછાળો, કિલોના ભાવ 100

    11 hours ago

    ઉનાળાની જમાવટ વચ્ચે પાટણના ફ્રૂટ માર્કેટમાં આ વર્ષે કેરીની મીઠાશ મોંઘી બની છે.કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના ઉત્પાદન પર વ્યાપક અસર પડી છે.જેના પગલે પાટણના બજારમાં કેરીની આવકમાં 75 ટકા ઘટાડો થતા કેરીના ભાવમાં કિલોએ 20 રૂપિયા વધારો આવ્યો છે. ​પાટણના વેપારી દીપેશ રાવળે જણાવ્યુ હતું કે અગાઉ આ સમયે બજારમાં દૈનિક 4 ગાડી કેરીની આવક થતી હતી, જે હવે ઘટીને માત્ર 1 ગાડીએ પહોંચી ગઈ છે.એક તરફ લગ્નગાળો હોવાથી લગ્નપ્રસંગોમાં રસની માંગ વધુ છે.પરંતુ બીજી તરફ બજારમાં માલનો પુરવઠો પૂરતો ન હોવાથી અછત સર્જાઈ છે. વરસાદી ઝાપટાંના કારણે આંબા પરથી મોર ખરી પડતા ઉત્પાદનને મોટું નુકસાન થયું છે.ખાસ કરીને ઝાપટાના કારણે આંબા ઉપરની નાની કાચી કેરી પુષ્કળ પ્રમાણમાં પડી ગઈ હતી.પુરવઠો ઘટતા કેરીના ભાવમાં સરેરાશ 20 જેટલો વધારો જોવા મળી રહ્યો છે.​ જોકે ગુણવત્તાની દ્રષ્ટિએ કેરી ખાવામાં સારી છે.પરંતુ ઓછી આવકના કારણે સામાન્ય ગ્રાહકો માટે કેરીનો રાજા અત્યારે મોંઘો સાબિત થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં જો આવક વધશે તો જ ભાવમાં રાહત મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    MP Cabinet clears 4x land compensation, eyes faster project rollout and fewer protests
    Next Article
    ઘેટા-બકરાંનાં મોત:સમીના સિંગોતરીયામાં એરંડાના પાન ખાતાં 35 ઘેટા-બકરાંનાં મોત નીપજ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment