Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વિરામની માર્કેટ પર જબરદસ્ત અસર:ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટ્યા; સેન્સેક્સ 73,563 પર બંધ, સોનું 4 હજાર વધીને 1.53 લાખ; ચાંદીમાં 13 હજારનો ઉછાળો

    16 hours ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે 15 દિવસનો યુદ્ધ વિરામ થતાં જ દુનિયાભરની માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયો છે. ક્રૂડ ઓઈલમાં બેરલનો ભાવ 109 ડોલર પહોંચી ગયો હતો તે સડસડાટ ઘટીને 94 ડોલર થઈ ગયો છે. તો બીજી તરફ ઉઘડતી બજારે સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. દિવસ પૂરો થતાં સેન્સેક્સ 2946 પોઈન્ટ (3.95%) વધીને 77,563 પર બંધ થયો. નિફ્ટી પણ 874 પોઈન્ટ (3.78%) ઉપર રહ્યો, જે 23,997 પર બંધ થયો. સોનામાં 4 હજાર અને ચાંદીમાં 13 હજારનો વધારો થયો હતો. આજે ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી. નિફ્ટીના ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી ઇન્ડેક્સ 5% ઉપર બંધ થયા. બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલામાં બે અઠવાડિયાના વિરામની જાહેરાત કર્યા પછી બ્રેન્ટ ક્રૂડ $109.77 થી ઘટીને $ 95.068 પ્રતિ બેરલ પર ઝડપથી ઘટી ગયું. આ જાહેરાત પછી યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ પણ લગભગ $ 20 પ્રતિ બેરલ ઘટ્યું. આ વિરામ હોર્મુઝ સ્ટ્રેટના તાત્કાલિક ફરીથી ખોલવા સાથે જોડાયેલો છે, જે એક સાંકડો જળમાર્ગ છે અહીંથી જ ઓઈલ અને ગેસની ગ્લોબલ સપ્લાય ચેઈન છે. ઉઘડતી બજારોમાં આવી અસર જોવા મળી - ઓઈલના ભાવ ઘટ્યા, બોન્ડ વધ્યા અને યુએસ શેરોમાં ઉછાળો આવ્યો. રોકાણકારો યુદ્ધવિરામને એક સંકેત તરીકે જુએ છે કે અઠવાડિયાના વિક્ષેપ પછી ઓઈલ સપ્લાય ફરીથી સામાન્ય રીતે શરૂ થઈ શકે છે. સોના-ચાંદીમાં ભૂક્કા કાઢતી તેજી અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પછી સોના અને ચાંદીમાં આજે એટલે કે 8 એપ્રિલે વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 4 હજાર રૂપિયા વધીને 1.52 લાખ રૂપિયા પર પહોંચી ગયું. આ પહેલા 7 એપ્રિલે તેની કિંમત 1.48 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે, એક કિલો ચાંદી 13 હજાર રૂપિયા વધીને 2.44 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા તે 2.31 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. કેરેટ મુજબ સોનાની કિંમત આ વર્ષે સોનું 19 હજાર અને ચાંદી 14 હજાર મોંઘી 2026માં અત્યાર સુધી સોનું 19 હજાર રૂપિયા અને ચાંદી 14 હજાર રૂપિયા મોંઘી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.52 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, ચાંદી 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.44 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. શેર બજારમાં તેજીનું વાવાઝોડું ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામની જાહેરાતથી ગ્લોબલ માર્કેટમાંથી સારા સંકેતો મળ્યા છે. બુધવારે ગિફ્ટ નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી અને તે લગભગ 8 વાગ્યે 3 ટકા અથવા 700થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો. આજે RBI મોનેટરી પોલિસીની મીટિંગના નિર્ણયોની પણ જાહેરાત કરવાનો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેપો રેટમાં કોઈ વધારો થશે નહીં. આ આશાને પણ બજાર સકારાત્મક રીતે લઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ આજે એટલે કે બુધવાર, 8 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 2946 પોઈન્ટ (3.95%) વધીને 77,563 પર બંધ થયો. નિફ્ટી પણ 874 પોઈન્ટ (3.78%) ઉપર રહ્યો, જે 23,997 પર બંધ થયો. આજે ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી. નિફ્ટીના ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી ઇન્ડેક્સ 5% ઉપર બંધ થયા. ઓઈલના ભાવ કેમ વધ્યા હતા? 28 ફેબ્રુઆરીથી ઈરાન પર યુએસ-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટને અસરકારક રીતે બંધ કરવાની ફરજ પડી હતી. જહાજોએ આ માર્ગ ટાળ્યો હતો. વીમા ખર્ચમાં વધારો થયો હતો. પુરવઠાની આશંકાએ માર્ચમાં તેલના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો કર્યો હતો, જે રેકોર્ડ પરનો સૌથી મોટો માસિક વધારો હતો. ઓઈલના ઊંચા ભાવથી ઘણા દેશોમાં મોંઘવારીએ માથું ઊંચક્યું હતું. સરકારો અને કંપનીઓ એનર્જી બચાવવા પ્રયત્નશીલ હતી. બુધવારે ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે લાંબા ગાળાનો શાંતિ કરાર "પ્રગતિમાં" છે અને ઇસ્લામિક રાષ્ટ્ર તરફથી 10-મુદ્દાની દરખાસ્ત વ્યવહારુ લાગે છે. બદલામાં ઈરાને કહ્યું કે જો હુમલાઓ બંધ થાય તો બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટથી તમામ જહાજો સુરક્ષિત પસાર થવા દેવાશે. આ જાહેરાતથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. યુદ્ધના 40 દિવસમાં ભારતને શું-શું અસર થઈ? અમેરિકા-ઈરાન સંઘર્ષ ભલે ભારતની બહાર થયો હોય, પરંતુ તેની આર્થિક અસર સીધી દુનિયાભરમાં અનુભવાઈ. ભારત પણ બાકાત નથી રહ્યું. 40 દિવસમાં પરિસ્થિતિ એટલી નાટકીય રીતે બદલાઈ ગઈ કે રૂપિયો નબળો પડી ગયો, ક્રૂડ ઓઈલ વધુ મોંઘુ થયું અને શેરબજારમાં વારંવાર ઉતાર-ચઢાવ આવ્યો. આનો અર્થ એ થયો કે ભારતે યુદ્ધ લડ્યા વિના પણ ભારે કિંમત ચૂકવવી પડી. રૂપિયો: દબાણ હેઠળ લપસતા અર્થતંત્રની ઝલક યુદ્ધ દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતા વધતી ગઈ વિદેશી રોકાણકારોએ ઉભરતા બજારોમાંથી ભંડોળ પાછું ખેંચવાનું શરૂ કર્યું. તેના કારણે ડોલર સામે નબળો પડ્યો. રૂપિયાની નબળાઈનો અર્થ એ થયો કે આયાત વધુ મોંઘી થઈ, જેનાથી મોંઘવારી વધી. આનાથી સામાન્ય માણસથી લઈને સરકાર સુધી દરેક પર અસર પડી. ક્રૂડ ઓઈલ: ભારતની સૌથી મોટી ચિંતા મિડલ ઈસ્ટમાં તણાવ વધતાં, ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો. ભારત તેની જરૂરિયાતોનો નોંધપાત્ર ભાગ આયાત કરે છે, તેથી દરેક ડોલરનો વધારો દેશના અર્થતંત્ર પર સીધો બોજ પાડે છે. ઓઈલના વધતા ભાવની અસર ફક્ત પેટ્રોલ અને ડીઝલ સુધી મર્યાદિત નથી; પરિવહનથી લઈને રોજિંદા વસ્તુઓ સુધીની દરેક વસ્તુ વધુ મોંઘી બને છે. શેરબજાર: ભય અને અનિશ્ચિતતાની અસર યુદ્ધની પરિસ્થિતિમાં શેરબજાર હંમેશા સૌથી પહેલા પ્રતિક્રિયા આપે છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારો ગભરાઈ ગયા હતા. જેના કારણે વેચાણમાં વધારો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા, જેમાં ખાસ કરીને બેંકિંગ, હવાઈ અને FMCG ક્ષેત્રો દબાણ હેઠળ હતા. જોકે પછીથી થોડો સુધારો થયો હતો, બજારમાં અસ્થિરતા ચાલુ રહી. ભારતના ફાયનાન્શિયલ સેક્ટરમાં ‘ટ્રિપલ હેમ્ફી’ આ 40 દિવસો દરમિયાન ભારતે ત્રણ તરફી ઝટકાનો સામનો કરવો પડ્યો: વધતી આયાત (ઓઈલ), નબળું પડતું ચલણ (રૂપિયો) અને ડગમગતું રોકાણ (શેરબજાર). આ એક પ્રકારનો 'ટ્રિપલ હેમ્ફી' હતો. જેણે અર્થતંત્ર પર દબાણ વધાર્યું, ભલે દેશ યુદ્ધમાં સીધો સામેલ નહોતો પણ અશર તો હતી જ. પરિસ્થિતિ સંપૂર્ણપણે કેમ બગડી નહીં? આ પડકારો છતાં ભારતની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ બહાર ન ગઈ. આ રિઝર્વ બેંકની સક્રિયતા, મજબૂત વિદેશી મુદ્રા ભંડાર અને વિવિધ દેશોમાંથી ઓઈલ ખરીદવાની વ્યૂહરચનાને કારણે હતું. વધુમાં, મજબૂત સ્થાનિક માંગ અર્થતંત્રને ટેકો આપતી હતી. ભારતે માત્ર આર્થિક નુકસાન જ નહીં, પણ માનવીય નુકસાન પણ સહન કર્યું ભારતે આ યુદ્ધની કિંમત માત્ર આર્થિક રીતે જ નહીં, પણ માનવીય રીતે પણ ચૂકવી. સંસાધનોનો ભારે સંકટ સર્જાયું, વિકાસ કાર્ય ખોરવાઈ ગયું અને દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો. પરંતુ આ આંકડાઓ કરતાં પણ મોટી કિંમત નાગરિકો અને સૈનિકોએ તેમના લોહીમાં ચૂકવેલી કિંમત હતી. યુદ્ધ દરમિયાન જીવન ખોરવાઈ ગયું અને પરિવારોને ન ભરવાપાત્ર નુકસાન સહન કરવું પડ્યું. માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા લોકોમાં ભારતીયો પણ હતા. ભારત પણ પેટ્રોલ અને ગેસ સિલિન્ડરની અછતનો સામનો કરી રહ્યું હતું ભારતમાં પણ પેટ્રોલ અને ગેસ સિલિન્ડર અંગે કટોકટી જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. પુરવઠા શૃંખલામાં વિક્ષેપોને કારણે ઇંધણની અછત સર્જાઈ જેના કારણે સામાન્ય લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી. ઘણી જગ્યાએ લાંબી કતારો લાગી, કાળાબજાર વધ્યું અને ભાવ આસમાને પહોંચ્યા. આનાથી ટ્રાન્સપોર્ટ, કૃષિ અને નાના ઉદ્યોગો પર સીધી અસર પડી જેનાથી પહેલાથી જ તણાવગ્રસ્ત અર્થતંત્ર વધુ નબળું પડ્યું. ગેસ સિલિન્ડરની અછતને કારણે દેશના ગણા શહેરોમાં કટોકટી સર્જાઈ. ઘણા ઘરોમાં તેમના ચૂલા ચાલુ રાખવાનું મુશ્કેલ બન્યું, જેના કારણે લોકોને બીજા ઓપ્શન શોધવા પડ્યા.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 2946 અંક ચઢીને 77,563 પર બંધ થયો:નિફ્ટી 874 અંક વધીને 23,997 પર પહોંચ્યો; ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી રહી
    Next Article
    આસારામના પુત્રના નારાયણ સાંઈના છૂટાછેડા:રેપ કેસમાં સુરત જેલમાં બંધ, 8 વર્ષની લડત બાદ ઈન્દોર ફેમિલી કોર્ટનો ચૂકાદો; 2 કરોડ ભરણપોષણનો આદેશ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment