Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભાના 73 સાંસદો પર ક્રિમિનલ કેસ:આમાંથી ભાજપના સૌથી વધુ 27 સાંસદો; 31 સાંસદો અબજોપતિ, BRS સાંસદ પાસે ₹5300 કરોડ

    11 hours ago

    રાજ્યસભાના 73 સાંસદો પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ગુરુવારે રાજ્યસભાના 229 સાંસદોનો એક રિપોર્ટ જાહેર કર્યો. આમાં તાજેતરમાં ચૂંટાયેલા 37 સાંસદો પણ સામેલ છે. રાજ્યસભામાં 245 સભ્યો હોય છે. રાજ્યસભાના 73 સાંસદોમાંથી 36 (16%) પર ગંભીર આરોપો છે. એક સાંસદ પર મર્ડરનો કેસ છે. જ્યારે ચાર સાંસદો પર હત્યાના પ્રયાસ અને ત્રણ પર મહિલાઓ સંબંધિત ગુનાના કેસ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે લગભગ 31 સાંસદો (14%)એ પોતાને અબજોપતિ જાહેર કર્યા છે. મોટી પાર્ટીઓમાં ઘણા સાંસદોએ 100 કરોડથી વધુની સંપત્તિ દર્શાવી છે. AAP સાંસદો પાસે સરેરાશ ₹574.09 કરોડ BJPના 6, કોંગ્રેસના 5, YSRCPના 4, AAPના 2, BRSના 2, NCPના 3 અને અન્ય પક્ષોના 9 સાંસદો આ યાદીમાં છે. એક રાજ્યસભા સાંસદ પાસે સરેરાશ આશરે 120.69 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પક્ષો પ્રમાણે સરેરાશ સંપત્તિ અલગ-અલગ છે. BJPના 99 સાંસદો પાસે સરેરાશ 28.29 કરોડ, કોંગ્રેસના 28 સાંસદો પાસે 128.61 કરોડ, TMCના 13 સાંસદો પાસે 17.70 કરોડ અને AAPના 10 સાંસદો પાસે 574.09 કરોડ રૂપિયા છે. DMKના 8 સાંસદો પાસે સરેરાશ 11.90 કરોડ, YSRCPના 7 સાંસદો પાસે 522.63 કરોડ, સમાજવાદી પાર્ટીના 4 સાંસદો પાસે 399.71 કરોડ, BJDના 6 સાંસદો પાસે 105.63 કરોડ રૂપિયાની સંપત્તિ છે. BRS સાંસદ પાસે ₹5300 કરોડની સંપત્તિ સૌથી વધુ તેલંગાણાના ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ બંદી પાર્થ સારથી પાસે ₹5300 કરોડની સંપત્તિ છે. તેમના પછી AAPના રાજેન્દ્ર ગુપ્તા પાસે ₹5053 કરોડ અને YSRCPના અયોધ્યા રામી રેડ્ડી પાસે ₹2577 કરોડથી વધુની સંપત્તિ છે. સૌથી ઓછી સંપત્તિ AAPના સંત બલબીર સિંહ પાસે છે. તેમની કુલ સંપત્તિ આશરે 3 લાખ રૂપિયા છે. જ્યારે મણિપુરના મહારાજા સનાજાઓબા લીશેમ્બા પાસે આશરે 5 લાખ અને TMCના પ્રકાશ ચિક બરાઈક પાસે આશરે 9 લાખ છે. 40% મુખ્યમંત્રીઓ પર ક્રિમિનલ કેસ દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 12 એટલે કે 40% મુખ્યમંત્રીઓ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી 10 એટલે કે 33 ટકા પર હત્યાનો પ્રયાસ, અપહરણ અને લાંચ જેવા ગંભીર કેસ છે. તેલંગાણાના CM રેવંત રેડ્ડી પર સૌથી વધુ 89 કેસ નોંધાયેલા છે. દેશના અડધા સાંસદો-ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ ADR રિપોર્ટ મુજબ, દેશભરમાં 45% ધારાસભ્યોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 29% ગંભીર કેસોનો સામનો કરી રહ્યા છે. જ્યારે 46% સાંસદો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. મહિલાઓ સંબંધિત ગુનાઓની વાત કરીએ તો તેમાં પશ્ચિમ બંગાળ સૌથી આગળ છે. આંધ્ર પ્રદેશ બીજા નંબરે છે. કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રમાં 130મો બંધારણીય સુધારા વિધેયક રજૂ કર્યો હતો. આ વિધેયકમાં જોગવાઈ છે કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી કોઈ ગુનાહિત કેસમાં ધરપકડ થઈને 30 દિવસ સુધી જેલમાં રહે છે, તો તેમને પદ પરથી હટાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 19 March | ‘Medical negligence’: State consumer panel orders Mohali hospital, doctors to pay Rs 45 lakh for teenager’s death
    Next Article
    રાજકોટ યાર્ડમાં 150 ગુણી મગફળી તણાઈ, VIDEO:બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી; સોલાર પેનલ ઉડીને રસ્તા પર પડી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment