Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ, કાર્તિક-યામી બેસ્ટ એક્ટર-એકટ્રેસ:KGF એક્ટર અનંત નાગને દાદાસાહેબ ફાળકે એનાયત, 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ

    1 day ago

    નર્મદાના કેવડિયા-એક્તાનગરમાં આજે 23 સપ્ટેમ્બરના 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ યોજાયો હતો, જેમાં કાર્તિક આર્યનને 'ચંદુ ચેમ્પિનય' અને મમૂટીને 'બ્રહ્મયુગ' ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ 'આર્ટિકલ 370' માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ અપાયો હતો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ આપ્યો હતો. આ ઉપરાંત 'શ્રીકાંત'ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને 'આર્ટિકલ 370'ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ આપ્યો હતો. તમિલ સ્ટાર ધનુષને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડ અપાયો હતો. સાઉથના એક્ટર અને KGFમાં કામ કરનાર અનંત નાગને વર્ષ 2024માં ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે કન્નડ, તેલુગુ અને હિન્દી સહિત 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દિલ્હીની બહાર સમારોહનો હેતુ ટુરિસ્ટ પ્લેસ સુધી પહોંચવાનો છે. આ અંગે વિવાદ કરવો યોગ્ય નથી. ફેમસ સ્ટાર હાનિકારક વસ્તુઓનો પ્રચાર ના કરે: રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું હતું કે, દરેક જ્યુરી પેનલમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. ફિલ્મ સ્ટાર્સ ખૂબ જ લોકપ્રિય હોય છે અને દેશવાસીઓ ખાસ કરીને યુવાનોને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. હું વિનંતી કરવા માંગુ છું કે લોકપ્રિય કલાકારો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવા પદાર્થોનું સમર્થન ના કરે. સ્ટાર એ છે જે અંધકાર નહીં, પણ પ્રકાશ ફેલાવે છે. પાપી પેટ ભરવા માટે કારકિર્તી શરૂ કરી હતી: અનંત નાગ સન્માનિત કરાયા બાદ અનંત નાગે કહ્યું હતું કે, એક એક્ટર તરીકે તમે મારું પરફોર્મન્સ જોયું હશે. મેં બાળપણમાં 12 વર્ષ આશ્રમમાં વિતાવ્યા છે. ત્યારપછી મને મુંબઈ મોકલવામાં આવ્યો. જ્યાં મને ચૈતન્ય મહાપ્રભુ નાટકમાં કામ કરવાની તક મળી હતી. તે સમયે કરિયર શું છે એની કોઈને ખબર પણ નહોતી. પાપી પેટ માટે કરિયર શરૂ કર્યું અને પાંચ વર્ષમાં 50 નાટકો કર્યા હતા. છેલ્લા 50 વર્ષમાં મને ઘણી અલગ અલગ ભાષાઓની ફિલ્મોમાં કામ કરવા માટે બોલાવવામાં આવ્યો. મેં બીજી ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે, પરંતુ કર્ણાટક અને કન્નડ ફિલ્મોમાં મને સૌથી વધુ તકો મળી છે. કાર્તિક આર્યને ભાસ્કરને કહ્યું - અનરિયલ ફીલિંગ, એક્સપ્રેસ નહીં કરી શકતો એવોર્ડ મેળવ્યા પછી કાર્તિક આર્યને ભાસ્કરને કહ્યું, હું ખૂબ જ ખુશ છું. હું મારા આખા પરિવાર સાથે છું. આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. મને એક અનરિયલ ફીલિંગ થાય છે, અને હું તેને વ્યક્ત કરી શકતો નથી. આ પણ વાંચો: કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડને લઈ બોલિવૂડ-સાઉથ સ્ટાર્સનો જમાવડો 72 વર્ષમાં 7થી 45 એવોર્ડ 1954માં નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થઈ ત્યારે ફક્ત 7 એવોર્ડ આપવામાં આવ્યા હતા. હવે, 72 વર્ષ પછી કુલ 45 એવોર્ડ આપવામાં આવ્યા છે. આમાં ફીચર ફિલ્મો માટે 26, નોન-ફીચર ફિલ્મો માટે 16, સિનેમા પર લેખન માટે બે અને એક દાદાસાહેબ ફાળકે એવોર્ડનો સમાવેશ થાય છે. ઈનામની રકમ ₹3 લાખ સુધી પહોંચી નેશનલ ફિલ્મ એવોર્ડમાં પહેલા માત્ર ગોલ્ડ મેડલ અને મેરિટ સર્ટિફિકેટ મળતા હતા. 1957માં પહેલીવાર રોકડ પુરસ્કારો શરૂ કરવામાં આવ્યા હતા, ત્યારે દિગ્દર્શકને ₹5000 અને નિર્માતાને ₹20000 મળતા હતા. 1975માં બેસ્ટ એક્ટર-એક્ટ્રેસને પહેલીવાર ₹10000 મળ્યા જે હવે વધીને ₹3 લાખ થઈ ગયા છે. 1969માં શરૂ થયેલા દાદાસાહેબ ફાળકે એવોર્ડની રોકડ રકમ ₹11,000 થી વધારીને હવે ₹10 લાખ થઈ ગઈ છે. નેશનલ એવોર્ડ સેરેમનીની પળે-પળની અપડેટ્સ વાંચવા નીચે આપેલા બ્લોગ પર સ્ક્રોલ કરો...
    Click here to Read More
    Previous Article
    મનુ ભાકર ફાઇનલમાં, મહિલા શૂટિંગ ટીમ બ્રોન્ઝથી ચૂકી:એશિયન ગેમ્સમાં વેઈટલિફ્ટર ચાનુની સ્પર્ધા ચાલુ, ભારતના અત્યાર સુધી 7 મેડલ
    Next Article
    તુર્કીના રાષ્ટ્રપતિએ UNમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો:2019થી 7 વખત ઉલ્લેખ કરી ચૂક્યા; પેલેસ્ટાઇનનું નામ લીધું તો ઇઝરાયલી અધિકારી બહાર નીકળી ગયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment