Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    72 IASની બદલી:કલેક્ટર ભવ્ય વર્માની વલસાડથી અમદાવાદમાં બદલી, ગાંધીનગર મ્યુ. કમિશનર જીતેન્દ્ર વાઘેલાની ગીર સોમનાથ કલેક્ટર તરીકે નિમણૂક

    23 hours ago

    રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બુધવારે વહેલી સવારે IAS અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મોટા રી-શફલ તરીકે જોવામાં આવી રહ્યું છે. જાહેર થયેલા આદેશ મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીની ટ્રાન્સફર કરી તેમને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. રાજ્ય સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ અને વિકાસ સંબંધિત પ્રોજેક્ટોને વધુ ગતિ આપવા માટે વહીવટી માળખામાં આ વ્યાપક ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અનેક અધિકારીઓને વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે, જેથી વિવિધ વિભાગોની કામગીરીમાં સતતતા જળવાઈ રહે. IAS અધિકારીઓની બદલી અને નિમણૂકનું વિગતવાર લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની IPLમાં સૌથી મોટી જીત:હૈદરાબાદે પોતાનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો, સુદર્શનના સતત ત્રીજી સિઝનમાં 500 રન પૂરા થયા; રેકોર્ડ્સ
    Next Article
    અમરેલીના રાજુલામાં 108 બેડની હોસ્પિટલનું લોકાર્પણ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશાલ કાફલાને બદલે સાદગીથી પહોંચ્યા; 22 કરોડના ખર્ચે નિર્મિત આરોગ્યધામમાં નિ:શુલ્ક સારવાર મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment