Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ શરૂ:પદ્મિની, કાર્તિક અને યામી સહિતના બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ

    1 day ago

    72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ટૂંક સમયમાં ગુજરાતના કેવડિયામાં શરૂ થશે. વિજેતાઓની જાહેરાત 18 જુલાઈના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે એવોર્ડ એનાયત કરશે. કાર્તિક આર્યન, યામી ગૌતમ, ધનુષ, મમૂટી, પદ્મિની કોલ્હાપુરે, સંજય મિશ્રા, મમતા ચોપડા, ગુજરાતિ ફિલ્મ એક્ટર હેમંત દવે, સંજય મોઢયાણી સહિતના સેલિબ્રિટીઓ કેવડિયા સમારોહમાં પહોંચી ગયા છે. ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે, જ્યારે, 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'ભ્રમયુગમ' માટે મમૂટીને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાશે. 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને ફિલ્મ 'આર્ટિકલ 370' માટે લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાશે. 1954માં જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થઈ ત્યારે ફક્ત 7 પુરસ્કારો આપવામાં આવ્યા હતા. હવે, 72 વર્ષ પછી, 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં કુલ 45 એવોર્ડ રજૂ કરવામાં આવી રહ્યા છે. આમાં ફીચર ફિલ્મો માટે 26, નોન-ફીચર ફિલ્મો માટે 16, સિનેમા પર લેખન માટે બે અને એક દાદાસાહેબ ફાળકે એવોર્ડનો સમાવેશ થાય છે. એનો અર્થ એ થયો કે 7 એવોર્ડથી શરૂ થયેલી આ સફર હવે ભારતીય સિનેમાના ઘણા જુદા જુદા ક્ષેત્રો સુધી પહોંચી ગઈ છે. આ પણ વાંચો: કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડને લઈ બોલિવૂડ-સાઉથ સ્ટાર્સનો જમાવડો કેવડિયામાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ 72માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાશે. ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે. જ્યારે, 'ભ્રમયુગમ' માટે મમૂટી અને 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યનને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાશે.
    Click here to Read More
    Previous Article
    Asian Games: Avinash, Tajinderpal In Focus As India Gear Up For Athletics
    Next Article
    ગોધરા LCBએ 16 વર્ષથી ફરાર અકસ્માતના આરોપી સહિત 2ને ઝડપ્યા:એકને ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાસેથી, બીજાને બહારપુરા વિસ્તારમાંથી ઝડપ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment