Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા સિવિલમાં 72 દિવસની સારવાર બાદ યુવાનને નવજીવન મળ્યું:રાજસ્થાનના યુવકને ધનુરની ગંભીર બીમારી હતી, સંપૂર્ણપણે મફત સારવાર અપાઈ

    3 days ago

    રાજસ્થાનના રાજસમંદના 22 વર્ષીય વિનોદ સોહનલાલ રેગરને ગંભીર ટિટેનસ એટલે કે ધનુરની બીમારી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અત્યંત નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં પહોંચેલા વિનોદને મોં ન ખૂલવું, શરીરમાં તીવ્ર અકડાઈ જવી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ હતી. તબીબોની સમયસર સારવાર અને સતત દેખરેખના કારણે 72 દિવસની સઘન સારવાર બાદ વિનોદ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દર્દીની ગંભીર સ્થિતિને જોતા તેમને ICUમાં ખસેડવામાં આવ્યા વિનોદને 26 જૂન, 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન યુનિટ-2માં દાખલ કરવામાં આવ્યા હતા. યુનિટ વડા અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. દર્શના મકવાણા તથા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. લલિત સોલંકીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીની ગંભીર સ્થિતિને જોતા તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં ભારે તકલીફ હોવાથી તાત્કાલિક ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવી અને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રાખીને સારવાર આપવામાં આવી હતી. લાંબા સમય સુધી પથારીવશ રહેવાના કારણે બેડસોરની સમસ્યા સારવાર દરમિયાન વિનોદને અનેક જટિલતાઓનો સામનો કરવો પડ્યો હતો. ટિટેનસની અસર વચ્ચે તેમની કિડની અને લીવરને પણ નુકસાન થયું હતું. લાંબા સમય સુધી પથારીવશ રહેવાના કારણે બેડસોરની સમસ્યા સર્જાઈ હતી. તેમજ વેન્ટિલેટર પર રહેવાને કારણે ન્યુમોનિયા જેવી ગંભીર તકલીફ પણ ઊભી થઈ હતી. વિનોદને અંદાજે 60 દિવસ સુધી ICUમાં સઘન સારવાર આપવામાં આવી હતી. જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ ધીમે ધીમે તેમની સ્થિતિ સ્થિર થઈ હતી. ત્યારબાદ તેમને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ 12 દિવસ સુધી તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલુ રાખવામાં આવી. આમ કુલ 72 દિવસની હોસ્પિટલ સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો નોંધાયો હતો. સિવિલમાં સારવાર સંપૂર્ણપણે મફત આપવામાં આવી આ પ્રકારની ગંભીર બીમારીમાં લાંબા સમય સુધી ICU, વેન્ટિલેટર, ટ્રેકિયોસ્ટોમી અને મોંઘી દવાઓની જરૂર પડતી હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ લાખો રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના અભિગમ હેઠળ વિનોદને તમામ સપોર્ટિવ કેર, ગળાની સર્જરી, અદ્યતન વેન્ટિલેટર સુવિધા તેમજ મોંઘા ટાર્ગેટેડ એન્ટિબાયોટિક્સ સહિતની સારવાર સંપૂર્ણપણે મફત આપવામાં આવી હતી. મેડિસિન વિભાગના યુનિટ વડા ડૉ. દર્શના મકવાણાના જણાવ્યા મુજબ, ગંભીર ટિટેનસ સાથે અનેક અંગોને અસર કરતી જટિલતાઓ હોવા છતાં સમયસર નિદાન, સતત ICU કેર, નર્સિંગ સ્ટાફની સઘન દેખરેખ, જટિલતાઓનું યોગ્ય મેનેજમેન્ટ અને ટાર્ગેટેડ એન્ટિબાયોટિક સારવારના કારણે દર્દીને સાજો કરવામાં સફળતા મળી છે. તબીબોએ લોકોને ટિટેનસથી બચવા માટે જાગૃતિનો સંદેશ આપ્યો 72 દિવસની સારવાર બાદ વિનોદની તબિયતમાં નોંધપાત્ર સુધારો થતાં તેમને 5 સપ્ટેમ્બર, 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અત્યંત નાજુક સ્થિતિમાં આવેલા દર્દીને સાજો કરીને ઘરે મોકલવો એ મેડિકલ અને ક્રિટિકલ કેર ટીમની નિષ્ઠા, સઘન નર્સિંગ કેર, સંકલિત સારવાર અને દર્દી કેન્દ્રિત અભિગમનું ઉત્તમ પરિણામ છે. આ સમગ્ર કિસ્સા સાથે તબીબોએ લોકોને ટિટેનસથી બચવા માટે પણ જાગૃતિનો સંદેશ આપ્યો છે. ઇજા કે ઘા થયા બાદ તબીબી સલાહ મુજબ સમયસર ટિટેનસની રસી લેવી જરૂરી છે. ખાસ કરીને ગંભીર ઇજા બાદ રસીકરણ અંગે બેદરકારી ન રાખવા તબીબોએ અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરની મૈત્રી ગાંધીએ રાજ્ય કક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો:GTU દ્વારા આયોજિત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, હવે વેસ્ટ ઝોન માટે પસંદગી
    Next Article
    US Moves To End 60-Day Grace Period For H-1B, Other Work Visa Holders

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment