Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ કોરિડોર માટે 72થી વધુ હોટલો, રહેણાક મકાનો જમીનદોસ્ત કરાયા:ચાર હિટાચી, 10 JCB અને 50 ટ્રેક્ટરો સાથે ઇમારતો તોડી 27 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ

    9 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ભવ્ય કોરિડોર પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા કામગીરી હાથ ધરવામાં આવી છે. મંદિર આસપાસ કોરિડોર પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી 72થી વધુ હોટલો અને રહેણાક મકાનો સહિતની મિલકતોની ઇમારતો જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સવારથી જ ભારે મશીનરી સાથે શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં તંત્રની કવાયત જોવા મળી હતી. ચાર હિટાચી, 10 JCB અને 50 ટ્રેક્ટરો કામે લગાડાયાં કોરિડોર પ્રોજેક્ટ માટે સરકારે મિલકતધારકો પાસેથી બજારભાવે મિલકતો ખરીદી લીધી છે. આ અંતર્ગત અંદાજે 27 હજાર ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવી છે. હવે સરકારની માલિકીની બનેલી આ જમીન પર આવેલી ઇમારતો ઉતારી જગ્યા ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે ચાર હિટાચી મશીન, 10 જેટલા JCB અને 50 જેટલા ટ્રેક્ટરો સહિતની મશીનરી તૈનાત કરવામાં આવી છે. હિટાચી અને JCB દ્વારા ઇમારતો તોડવામાં આવી રહી છે, જ્યારે ટ્રેક્ટરોની મદદથી કાટમાળ હટાવી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી વિશાળ પાયે ચાલી રહેલી આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ જવાનોની હાજરી વચ્ચે તંત્ર દ્વારા ઇમારતો ઉતારવાની અને કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોરિડોર પ્રોજેક્ટથી સોમનાથને મળશે નવું સ્વરૂપ સોમનાથ મહાદેવ મંદિરને કેન્દ્રમાં રાખીને ભવ્ય કોરિડોર પ્રોજેક્ટ અમલમાં આવનાર છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે મંદિર આસપાસના વિસ્તારને નવા સ્વરૂપમાં વિકસાવવાની યોજના છે. તેના માટે સરકારે મિલકતધારકો પાસેથી બજારભાવે મિલકતો ખરીદી જમીન સંપાદિત કરી છે. હવે ઇમારતો દૂર કરીને વિશાળ જગ્યા ખુલ્લી કરવાની કામગીરીએ વેગ પકડ્યો છે. આ અંગે વેરાવળના પ્રાંત અધિકારી જૈમીન કાકડીયાએ જણાવ્યું હતું કે, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા ખરીદવામાં આવેલી અને સંપાદિત કરાયેલી મિલકતોની ઇમારતો ઉતારી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની આ મેગા કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર આસપાસના વિસ્તારનું નવું સ્વરૂપ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં જલારામ જયંતીની ઉજવણી થઈ:રામ રોટી ચોકમાં કલાકારોએ સંતવાણી રજૂ કરી; બપોરે આરતી પછી મહાપ્રસાદ અપાયો
    Next Article
    દેશના સૌથી લાંબા રિવરફ્રન્ટની કામગીરીની સમીક્ષા:મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 અને 3ની કામગીરી જોઈ, રબર કમ બેરેજ બ્રિજ સહિતની કામગીરી ઝડપી પૂર્ણ કરવા કહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment