Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોલોઅપ:ચૂંટણીના આડે બે દિવસ બાકી છે ત્યારે 717 મતદારો પીરછલ્લામાંથી પુનઃ ઉત્તર કૃષ્ણનગરમાં શિફ્ટ કરાયા

    2 days ago

    ભાવનગર કોર્પોરેશનના ઉત્તર કૃષ્ણનગર વોર્ડના મતદારો તંત્રની ભૂલને કારણે પીરછલ્લાની મતદાર યાદીમાં શિફ્ટ થઈ ગયા હતા. જેમાં ધારાસભ્ય અને ઉત્તર કૃષ્ણનગરના ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી આયોગમાં રજૂઆત કરતા મતદાર યાદીમાં ક્ષતિ હોવાનો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્વીકાર કરી ચૂંટણી આજે માત્ર બે દિવસ બાકી છે ત્યારે 717 મતદારોને પીરછલ્લામાંથી ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં શિફ્ટ કરી મતદાર યાદીમાં સુધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના બે દિવસ પૂર્વે મતદાર યાદીમાં સુધારો થયાનો ભાવનગર કોર્પોરેશનમાં પ્રથમ બનાવ છે. કોર્પોરેશનના 13 વોર્ડ પૈકી ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં 1985 થી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. પરંતુ ભાજપ દ્વારા ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં પગ પેસારો કરવા દોડધામ કરવામાં આવી રહ્યા છે. પ્રચાર સમયે ઉત્તર કૃષ્ણનગરના ભાજપના ઉમેદવારોને અમુક વિસ્તાર જે ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં ગત કોર્પોરેશનની ચૂંટણીમાં હતા તે વિસ્તારના મતદારો નવી મતદાર યાદીમાં પીરછલ્લા વોર્ડમાં શિફ્ટ થઈ ગયા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ઉત્તર કૃષ્ણનગરના ભાજપના ઉમેદવારો અને પૂર્વ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દ્વારા ચૂંટણી અધિકારી અને રાજ્ય ચૂંટણી આયોગમાં રજૂઆત કરી તંત્રને ગંભીર ક્ષતિ ધ્યાન પર મૂકી હતી. રજૂઆતમાં થોડા મતો પણ નિર્ણાયક હોય હારજીતનું પરિણામ બદલી નાખવાની ગંભીરતા વ્યક્ત કરી હતી. એનકેન પ્રકારે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા પૂર્વના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવારોને પીરછલ્લા વોર્ડમાં શિફ્ટ થયેલા મતદારોને પરત ઉત્તર કૃષ્ણનગરમાં લેવા મહેનત કરી રહ્યા હતા. જોકે, પીરછલ્લા વોર્ડમાં તો ભાજપની જ પેનલ લાંબા સમયથી નીકળતી આવી છે. જેથી ભાજપમાં મતદારોની ખેંચતાણ ચાલી રહી હતી. અંતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પણ મતદાર યાદીમાં ક્ષતિ હોવાનો સ્વીકાર કર્યો હતો પટેલ પાર્ક આસપાસના વિસ્તારના 717 મતદારો જે પીરછલામાં શિફ્ટ થયા હતા તમામ ઉત્તર કૃષ્ણનગરમાં મૂળ વોર્ડમાં પરત લઈ યાદીમાં સુધારો કર્યો છે. કયા વિસ્તારના મતદારો શિફ્ટ ઘણાં વિસ્તારમાં વોર્ડ બદલાયા ઉમેદવારોની રજૂઆત બાદ પીરછલ્લા વોર્ડના મતદારોને પુનઃ મૂળ વોર્ડ ઉત્તર કૃષ્ણનગરમાં શિફ્ટ કરી મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. પરંતુ શહેરમાં હજુ પણ બોરડીગેટ જવાહર કોલોની, ગોલ્ડનેસ્ટ ફ્લેટ, ઉત્તર સરદારનગર તરસમીયા વોર્ડ સહિત ઘણા વિસ્તારોમાં મતદારોના વોર્ડ બદલાઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:સતત બીજી રાત્રે ભાવનગરમાં 26.1 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી
    Next Article
    માર્ગદર્શિકા:ચારધામ યાત્રાએ જવા 55 વર્ષથી ઉપરના યાત્રિકોએ આરોગ્ય તપાસ કરાવવી, 10 મિનિટ શ્વાસની અને 30 મિનિટ ચાલવાની પ્રેક્ટિસ કરવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment