Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:સતત બીજી રાત્રે ભાવનગરમાં 26.1 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી

    14 hours ago

    ભાવનગર શહેરમાં બપોરના સમયે તાપમાન રાજ્યના અન્ય શહેરોની તુલનામાં હજી 40 ડિગ્રીને આંબ્યુ નથી અને આજે તો મહત્તમ તાપમાન ઘટીને 37.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 26.1 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતા આજે પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ લઘુત્તમ ઉષ્ણતામાન ભાવનગર શહેરમાં નોંધાયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 16 કિલોમીટર નોંધાઇ હતી. આગામી દિવસોમાં ભાવનગર શહેરમાં તાપમાનનો પારો 39 ડિગ્રીથી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાશે તેવી આગાહી કરવામાં આવી છે. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી નોંધાયુ હતુ જે આજે ઘટીને 37.6 ડિગ્રી થઇ ગયુ હતુ. આજે રાજ્યમાં રાજકોટ અને અમરેલી જેવા શહેરોમાં બપોરે મહત્તમ તાપમનાનો પારો 42 ડિગ્રી સેન્ટીગ્રેડને વટી ગયો હતો. આજે ભાવનગરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 26.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. આજે સવારે શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 16 કિલોમીટર નોંધાઇ હતી. જ્યારે આજે સવારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 59 ટકા હતુ તે સાંજે ઘટીને 23 ટકા થઇ ગયુ હતુ. આજે બપોરના સમયે ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ થયો હતો. ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાયેલા ગરમ પવનોને લીધે રસ્તાઓ પર લૂનો અહેસાસ થતો હતો. શહેરોમાં રાત્રે તાપમાન 3 દિવસ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી ભાવનગર શહેરનું તાપમાન 39 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેને પગલે શહેરીજનોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    વૈશ્વિક ફલક ઉપર અલંગ:ગ્લોબલ સ્ટેજ પર અલંગનું પાવર પ્રેઝન્ટેશન
    Next Article
    ભાસ્કર ફોલોઅપ:ચૂંટણીના આડે બે દિવસ બાકી છે ત્યારે 717 મતદારો પીરછલ્લામાંથી પુનઃ ઉત્તર કૃષ્ણનગરમાં શિફ્ટ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment