Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા સુગરના ખેડૂતોને રૂ. 7.14 કરોડની દિવાળી ભેટ:કાંઠા સુગરના 50 હજાર ટન શેરડીના નાણાં ક્યારે મળશે? 2500 ખેડૂતોના બાકી નાણાં ચૂકવવા સરકાર સમક્ષ માંગ

    15 hours ago

    વ્યારા સુગરના ખેડૂતોની બાકી રહેલી રૂ. 7.14 કરોડની રકમ સરકાર ચૂકવશે તેવો નિર્ણય લેવાયો છે, ત્યારે કાંઠા સુગરના 50 હજાર ટન શેરડીના નાણાં પણ સરકાર વહેલી તકે ચૂકવી આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે. દિવાળીના તહેવારો ટાણે રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વ્યારા સુગર ફેક્ટરી સાથે સંકળાયેલા 850થી વધુ ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે સરકારે રૂ. 7.14 કરોડની રકમ ડીબીટી (DBT) મારફતે સીધા તેમના બેંક ખાતામાં જમા કરવાનો આદેશ કર્યો છે. લાંબા સમયથી બાકી રહેલા નાણાં દિવાળી પહેલાં મળવાની જાહેરાત થતાં જ સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાંઠા સુગરના 2,500 ખેડૂતોના શેરડીનાં નાણાં બે વર્ષથી અટવાયાં એક તરફ વ્યારાના ખેડૂતોમાં હર્ષોલ્લાસ છે, ત્યારે બીજી તરફ ઓલપાડ, માંગરોળ અને હાંસોટ પંથકના કાંઠા સુગર સાથે જોડાયેલા ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. કાંઠા વિસ્તારના ખેડૂતોની જીવાદોરી સમાન કાંઠા સુગર મિલ છેલ્લા બે વર્ષથી બંધ પડી છે. અંદાજે 2,500 જેટલા નાના અને સીમાંત ખેડૂતોના 50 હજાર ટન શેરડી પિલાણ પેટેના આશરે 6થી 7 કરોડ રૂપિયા હજુ સુધી ચૂકવાયા નથી, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પરસેવાના પૈસા તાત્કાલિક ચૂકવાય: ખેડૂત આગેવાન ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું કે, “વ્યારા સુગરના ખેડૂતો માટે સરકારે 7 કરોડથી વધુ રકમ ડીબીટીથી ચૂકવવાનો નિર્ણય કર્યો તે ખૂબ જ આવકારદાયક છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કાંઠા સુગર ફેક્ટરી બંધ છે અને 50 હજાર ટનથી વધુ શેરડીના પૈસા અટવાયા છે. કસ્ટોડિયન કમિટીના ભાવોથી ખેડૂતોમાં ભારે રોષ છે. અમે ખાંડ નિયામક અને સરકારને વારંવાર રજૂઆત કરી છે કે ધરતીપુત્રોના પરસેવાની કમાણી તાત્કાલિક મળવી જોઈએ.” કાંઠા વિસ્તારના ખેડૂતો માટે પણ રાહત પેકેજ જાહેર કરવા અપીલ જયેશ દેલાડે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકે જે રીતે વ્યારા સુગર માટે ઉમદા અને પ્રશંસનીય સહયોગ આપ્યો છે, તેવી જ રીતે કાંઠા સુગરના ખેડૂતોની વહારે પણ આવે. તહેવારોના સમયે જો કાંઠા સુગરના સભાસદોને પણ તેમના હકના નાણાં ચૂકવી દેવામાં આવે તો હજારો પરિવારોની દિવાળી સુધરી જશે. જેથી રાજ્ય સરકાર અને સહકારી તંત્ર તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કરાવનાર ગેંગસ્ટર હેરી બોક્સર ઝડપાયો:અમેરિકન પોલીસે કસ્ટડીમાં લીધો; લોરેન્સ ગેંગના સાગરીતે સલમાન-કપિલને પણ ધમકાવ્યા હતા
    Next Article
    25 લાખ સુધીની નવી નોટો અને સિક્કાઓનું વિતરણ:મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકનું દિવાળી પર્વ પર વિશેષ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment