Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પૂરનું સંકટ ટળ્યું, ભેદવાડ ખાડીની સપાટીમાં ઘટાડો:જૂનાગઢ-અમદાવાદમાં ધીમીધારે વરસાદ, નવસારી જિલ્લાના 71 રસ્તા બંધ; 80 તાલુકામાં વરસાદ

    1 day ago

    ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરના છુટાછાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના પરડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં સતત મુશળધાર વરસાદને કારણે કાવેરી નદી બે કાંઠે વહેતાં ચીખલીનું તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે. શહેરી વિસ્તારોમાં માર્ગો તેમજ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે વાપીના અંડરપાસમાં ટેમ્પો અટવાતાં ભારે હાલાકી સર્જાઈ હતી. આજે 80 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડ માટે ‘અતિભારે વરસાદ’ની આગાહી કરી છે, જ્યારે 27 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના દર્શાવી છે. સુરતમાં પાણી ભરાવાનું શરૂસ, ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી સુરતમાં મોડીરાતથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના કતારગામ, હોળી બંગલા, ઉધના અને ડિંડોલી જેવા અનેક વિસ્તારો તથા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વહેલી સવારે નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદથી સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત અને સરાહનીય વધારો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના ખતરાને ધ્યાને રાખીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, શહેરની પાંચ મુખ્ય ખાડીમાંથી ભેદવાડ ખાડીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર છે, જે હાલ વધીને 7.30 મીટર પર પહોંચી જતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ગંભીર ખતરો ઊભો થયો છે. સુરતની સ્થિતિ બગડી, જુઓ તસવીરોમાં… નવસારી જિલ્લામાં 71 માર્ગો બંધ, કાવેરી નદી બે કાંઠે થતાં મહાદેવ મંદિર ગરકાવ નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કાવેરી નદી બે કાંઠે વહેતાં ચીખલી સ્થિત પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર અને લો-લાઈન બ્રિજ જળમગ્ન થઈ ગયા છે. સમગ્ર જિલ્લામાં માર્ગો પર પાણી ફરી વળતાં વહીવટીતંત્ર દ્વારા 71 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે, જેમાં નવસારી અને ચીખલીના 19-19 તેમજ નાગધરા-મહુડી-પુણી જેવા મુખ્ય માર્ગો અને મંદિર-મોગાર અંડરપાસનો સમાવેશ થાય છે. બીજી તરફ, નવસારી શહેરમાં માત્ર 2 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ પડાતાં સિટી ગાર્ડન અને રોયલ પાર્ક જેવી સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગો બંધ થતાં ગ્રામજનોને લાંબો ચકરાવો લેવાની ફરજ પડી છે, જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી લોકોને વૈકલ્પિક રસ્તા વાપરવા અને નદીકાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી છે. 21થી 27 જુલાઈમાં રાજ્યમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. આજે (21 જુલાઈ) સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 22 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 25 અને 26 જુલાઈ દરમિયાન મધ્ય અને ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વખત વરસાદી ઝાપટાં અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદમાં 20 જુલાઈએ મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી:જુનાગઢના મ્યુનિ.કમિશનર પ્રભવ જોશીને GIDCના જોઈન્ટ એમડી બનાવ્યા, જાણો કોને ક્યાં મુકાયા
    Next Article
    માત્ર બે મહિનાના સમયગાળામાં કમિશનરની બદલી:​ચોમાસામાં સ્થળ મુલાકાત લઈ તંત્રને દોડતું કરનાર પ્રભાવ જોશીની 2 મહિનામાં ટૂંકા ગાળામાં બદલી:આઈ.આર.વાળા શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment